Not Set/ જાણો અમેરીકાનાં વિરોધ છતા ફરી કયા શસ્ત્રો ખરીદી કરી રહ્યું છે રશિયા પાસેથી ભારત

અમેરીકાના ધરાર વિરોધ છતાં ભારત અને રશિયા વચ્ચે એક મહત્વના સોદા પર હસ્તાક્ષર થઇ ચૂકયા છે. ભારત રશિયા પાસેથી R-27 મિસાઇલની ખરીદી કરશે. તેના બદલામાં પંદરસો કરોડ રૂપિયાની ચૂકવણી કરશે. આ મિસાઇલનું વજન 253 કિલો છે. R-27 મિસાઇલ 60 કિલોમીટરની રેંજ સુધી 25 કિલોમીટરની ઉંચાઇએથી લોન્ચ કરી શકાય છે. મિસાઇલથી ભારતીય વાયુદળ વધુ ઘાતક અને […]

Top Stories India
sukhoi su 30 જાણો અમેરીકાનાં વિરોધ છતા ફરી કયા શસ્ત્રો ખરીદી કરી રહ્યું છે રશિયા પાસેથી ભારત

અમેરીકાના ધરાર વિરોધ છતાં ભારત અને રશિયા વચ્ચે એક મહત્વના સોદા પર હસ્તાક્ષર થઇ ચૂકયા છે. ભારત રશિયા પાસેથી R-27 મિસાઇલની ખરીદી કરશે. તેના બદલામાં પંદરસો કરોડ રૂપિયાની ચૂકવણી કરશે. આ મિસાઇલનું વજન 253 કિલો છે. R-27 મિસાઇલ 60 કિલોમીટરની રેંજ સુધી 25 કિલોમીટરની ઉંચાઇએથી લોન્ચ કરી શકાય છે. મિસાઇલથી ભારતીય વાયુદળ વધુ ઘાતક અને વેગવંતુ બનશે. આપને જણાવી દઇએ કે આ પહેલા ભારતે રશિયા સાથે 200 કરોડની એન્ટી ટેન્ક મિસાઇલ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એન્ટી ટેન્ક મિસાઇલને Mi-35 અટેક ચોપરની સાથે જોડવામાં આવશે.

sukhoi જાણો અમેરીકાનાં વિરોધ છતા ફરી કયા શસ્ત્રો ખરીદી કરી રહ્યું છે રશિયા પાસેથી ભારત

આપને જણાાવી દઇએ કે S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી પર અમેરીકાના વિરોધ વચ્ચે આ સોદો કરવામાં આવ્યો છે. ભારત સરકારે આ મામલે સાફ શબ્દોમાં જણાવી દીધુ છે કે ભારત તેની રક્ષા સંબંધીત જરૂરીયાતો માટે કોઇના દબાણમાં આવશે નહી. આ મિસાઇલોથી ભારતીય વાયુસેના પાસે હવામાં લાંબા અંતર સુધી ટાર્ગેટને નાશ કરવાની ક્ષમતા આવી જશે. જો કે હમણાં જ PM મોદીએ કારગીલ વિજય દિવસની ઉજવણી પર કહયુ કે રાષ્ટ્રની સુરક્ષાના મામલે ભારત કોઇ પણ અભાવ, પ્રભાવ અને દબાણની સ્થીતીમાં નહી આવે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.