Not Set/ BSNL-MTNL નાં 90 હજારથી વધુ કર્મચારીઓએ VRS માટે કર્યુ આવેદન

સરકારે ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થતી બીએસએનએલ અને એમટીએનએલનાં કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના શરૂ કરી હતી, જે મંગળવારે સમાપ્ત થઈ. આ સમયગાળા દરમિયાન, બંને કંપનીઓનાં કુલ 92,700 કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરનારાઓમાં બીએસએનએલનાં 78,300 કર્મચારીઓ છે જ્યારે એમટીએનએલનાં 14,378 કર્મચારી છે. બીએસએનએલનાં ચેરમેન અને […]

Top Stories Business
images 75 BSNL-MTNL નાં 90 હજારથી વધુ કર્મચારીઓએ VRS માટે કર્યુ આવેદન

સરકારે ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થતી બીએસએનએલ અને એમટીએનએલનાં કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના શરૂ કરી હતી, જે મંગળવારે સમાપ્ત થઈ. આ સમયગાળા દરમિયાન, બંને કંપનીઓનાં કુલ 92,700 કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરનારાઓમાં બીએસએનએલનાં 78,300 કર્મચારીઓ છે જ્યારે એમટીએનએલનાં 14,378 કર્મચારી છે.

બીએસએનએલનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પી.કે. પૂરવારે જણાવ્યું હતું કે અમને મળેલી માહિતી મુજબ, કુલ 78,300 કર્મચારીઓએ યોજનાની મુદત પૂરી થતાં સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી છે. જ્યારે એમટીએનએલનાં 14,378 કર્મચારીઓએ વીઆરએસ યોજના માટે અરજી કરી છે. તેમણે કહ્યું કે આ અમે નિર્ધારિત કરેલા લક્ષ્યની અનુરૂપ જ છે. અમે આશરે 82,000 કર્મચારીઓનાં ઘટવાની આશા રાખી રહ્યા હતા, પરંતુ વીઆરએસ ઉપરાંત આવા 6,000 કર્મચારી પણ નિવૃત્ત થયા છે.

આપને જણાવી દઈએ કે બીએસએનએલ અને એમટીએનએલે 3 ડીસેમ્બરને વીઆરએસ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ નક્કી કરી હતી. બીજી તરફ, એમટીએનએલનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુનિલ કુમારે જણાવ્યું હતું કે કંપનીનાં કુલ 14,378 કર્મચારીઓએ વીઆરએસ યોજના માટે અરજી કરી છે. અમારી પાસે કુલ લક્ષ્યાંક 13,650 છે. આવી સ્થિતિમાં વાર્ષિક પગાર બિલ 2,272 કરોડ રૂપિયાથી ઘટીને હવે માત્ર 500 કરોડ રૂપિયા થઇ ગયુ છે. હવે અમારી પાસે 4,430 કર્મચારીઓ છે, જે કંપની ચલાવવા માટે પૂરતા છે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે બીએસએનએલ અને એમટીએનએલનાં મર્જર પર પોતાની મહોર લગાવી દીધી હતી. તેમજ તમામ કર્મચારીઓ માટે વીઆરએસ યોજનાની પણ જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, બીએસએનએલ અને એમટીએનએલ દેશની વ્યૂહાત્મક સંપત્તિ છે. તેથી અમે તેમને પુનર્જીવિત કરવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.