Youth bike slip/ વડોદરામાં ડભોઈ ખાતે યુવકનું બાઇક સ્લીપ થયા બાદ આઇશર નીચે કચડાતા મોત

વડોદરામાં ડભોઈમાં ફરતિકુઈ નજીક એક યુવકનું કમકમાટીભર્યા અકસ્માતમાં મોત થયું હતું. ચોમાસાના લીધે રસ્તા પર પડી ગયેલા ખાડાના લીધે યુવકે ફરતિકુઈ નજીક બાઇક ચલાવતા સંતુલન ગુમાવતા તે નીચે પટકાયો હતો.

Top Stories Gujarat
Youth bike slip વડોદરામાં ડભોઈ ખાતે યુવકનું બાઇક સ્લીપ થયા બાદ આઇશર નીચે કચડાતા મોત

વડોદરાઃ વડોદરામાં ડભોઈમાં ફરતિકુઈ Accident નજીક એક યુવકનું કમકમાટીભર્યા અકસ્માતમાં મોત થયું હતું. ચોમાસાના લીધે રસ્તા પર પડી ગયેલા ખાડાના લીધે યુવકે ફરતિકુઈ નજીક બાઇક ચલાવતા સંતુલન ગુમાવતા તે નીચે પટકાયો હતો. આ જ સ્થળે પાછળ આવતી આઇશરના પાછળના ટાયરમાં તેનું માથુ આવી જતા યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં ગ્રામજનો Accident ઉમટી પડ્યા હતા. ડભોઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે યુવકનું પંચનામુ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે આઇશર ચાલકને પણ પૂછપરછ માટે હાલમાં અટકાયતમાં લેવાયો છે.  આ યુવક ગંધારા ગામનો કમલેશભાઈ રાઠોડિયા હોવાનું જાણવામાં આવ્યું છે.

તાજેતરમાં ચોમાસામાં ખરાબ રસ્તાના લીધે Accident અકસ્માતોના અનેક બનાવ બની રહ્યા છે અને તેમા પણ વાહનો પડી જવાની કે વાહનો ભૂવામાં ખાબકવાની ઘટનામાં વધારો થતો જોવા મળ્યો છે. આમ છતાં હજી સુધી રસ્તાની સ્થિતિ સુધારવા માટે પગલાં લેવાયા નથી. વાહનચાલકો પણ બેદરકારીથી વાહન ચલાવતા જોવા મળ્યા છે. તેમની બેદરકારીએ પણ આવી ઘટનામાં વધારો કર્યો છે.

 

આ પણ વાંચોઃ gujarat rain/ગુજરાતમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ મોટી દુર્ઘટના/અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ, તમામ દર્દીઓને ખસેડાયા 

આ પણ વાંચોઃ ટ્રાફિકના ગંભીર પ્રશ્નો/તથ્યના અકસ્માત બાદ સવાલોની હારમાળા

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકા/અધિક માસમાં દ્વારકાધીશના મંદિર પર ન જોવા મળી ધ્વજા, ભક્તોમાં શરૂ થઈ ચર્ચાઓ

આ પણ વાંચોઃ Rajkot-Tajiya/રાજકોટના ધોરાજીમાં તાજિયા વીજ લાઇનના અડકતા 15ને લાગ્યો કરંટઃ બેના મોત