Ahmedabad/ અમદાવાદના દરિયાપુરમાંથી દારૂના જથ્થા સાથે 3.28 લાખનો મુદ્દામાલ કબજે

3 વાહન મળીને કુલ રૂ.રૂ.3,28,665 નો મુદ્દામાલ કબજે

Gujarat Others

Ahmedabad News : દરિયાપુરમાં નાની હેવેલીમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ 22 જુલાઈ 2024ના રોજ અહીં દરોડો પાડીને દારૂનો જથ્થો અને 3 વાહન મળીને કુલ રૂ.રૂ.3,28,665 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.એસએમસીના અધિકારીઓએ દરિયાપુર વોર્ડ જેપી સ્કૂલની સામે દારૂનું કટીંગ થઈ રહ્યું હતું ત્યારે જ દરોડો પાડ્યો હતો. જેને પગલે આરોપીઓ ભાગી ગયા હતા.

અહીંથી પોલીસે રૂ.1,78,665 નો દારૂ અને ત્રણ વાહનો મળીને કુલ રૂ. 3,26,665 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે દારૂનુ કટીંગ કરનારા રાજ ઉર્ફે નાનો દિલીપભાઈ પ્રજાપતિ, ત્રણ વાહનના માલિકો તથા દારૂનો જથ્થો મોકલનારા કુલ પાંચ આરોપી સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દરિયાપુર પોલીસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લુખાસણ ગામની મહિલા રહસ્યમય રીતે ગુમ, હનુમાનજી મંદિર પાસેથી મળી લાશ

આ પણ વાંચો:દિવ્યાંગ સાસુ-સસરા પર મૂક્યા ખોટા આરોપો, હાઈકોર્ટ સંભળાવી વહુને સજા

આ પણ વાંચો:ક્યોચિ ધોધમાં થયો અકસ્માત, ફોટા પડાવવાના ચક્કરમાં………