Rajkot-Tajiya/ રાજકોટના ધોરાજીમાં તાજિયા વીજ લાઇનના અડકતા 15ને લાગ્યો કરંટઃ બેના મોત

મોહર્રમના પર્વ નિમિત્તે રાજકોટના ધોરાજીમાં કરુણાંતિકા સર્જાઈ છે. ધોરાજીના રસુલપરા વિસ્તારમાં તાજિયા ઝુલુસ દરમિયાન તાજિયા વીજ લાઇનને અડી જતા શોર્ટ સર્કિટની ઘટના બની હતી. શોર્ટસર્કિટની આ ઘટનામાં 15ને કરંટ લાગતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Top Stories Rajkot Gujarat
Rajkot tajiya રાજકોટના ધોરાજીમાં તાજિયા વીજ લાઇનના અડકતા 15ને લાગ્યો કરંટઃ બેના મોત

રાજકોટઃ મોહર્રમના પર્વ નિમિત્તે રાજકોટના ધોરાજીમાં Rajkot-Tajiya કરુણાંતિકા સર્જાઈ છે. ધોરાજીના રસુલપરા વિસ્તારમાં તાજિયા ઝુલુસ દરમિયાન તાજિયા વીજ લાઇનને અડી જતા શોર્ટ સર્કિટની ઘટના બની હતી. શોર્ટસર્કિટની આ ઘટનામાં 15ને કરંટ લાગતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમા ત્રણથી ચારની સ્થિતિ ગંભીર હતી તેમા બેના મોત થયા છે.

પીજીવીસીએલના લાઇનમાં તાજિયા અડી જતા આ ઘટના બની હતી. ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. કુલ 15 જેટલા ઇજાગ્રસ્તોમાં ત્રણથી ચાર વ્યક્તિઓ વધુને Rajkot-Tajiya વધુ ગંભીર રીતે ઇજા પામી છે. તાજિયા દરમિયાન કરુણ દુર્ઘટનાના સમાચાર ચોમેર ફેલાતા હોસ્પિટલોમાં લોકોના ટોળા વળ્યા હતા.

આ ઘટના જોઈએ તો તે હમણા જ ઝારખંડમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન જ લાગે. ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહર્રમના ઝુલુસ દરમિયાન પણ મોટી દુર્ઘટના ઘટતા ચારના મોત થયા હતા. તાજિયા હાઇટેન્શન Rajkot-Tajiya લાઇનને અડકી જતાં 14થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. તેમા નવની સ્થિતિ ગંભીર છે. બોકારોના બર્મો વિસ્તારના ખેતરોમાં સવારે લગભગ છ વાગ્યે ઘટી હતી. તમામ લોકો મોહરમમાં તાજિયાનું જુલુસ લઈને જઇ રહ્યાં હતા, ત્યારે 11000 વૉલ્ટના વાયરની ઝપેટમાં આવી ગયા હતા.

ઘટના દરમિયાન સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે, તાજિયા Rajkot-Tajiya ઉપાડતી વખતે ઉપરથી પસાર થતી 11,000 હાઈટેન્શન લાઈન તાજિયામાં ફસાઈ ગયા હતા, જેના કારણે તાજિયાના જુલુસમાં રાખવામાં આવેલી બેટરી બ્લાસ્ટ થઈ હતી. લોકોએ તાત્કાલિક તમામ ઘાયલોને ડીવીસી બોકારો થર્મલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા, સાથે જ એમ્બ્યુલન્સની ગેરહાજરી અને હોસ્પિટલમાં ખરાબ વ્યવસ્થાને લઈને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, બાદમાં ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ બોકારો મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ GSEN-IESA/ ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન વચ્ચે MOU થયા

આ પણ વાંચોઃ સાવધાન/રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આ પણ વાંચોઃ સખત કાર્યવાહી/સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચોઃ North Gujarat-Rain/રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો સીઝનનો 56 ટકા જ વરસાદ

આ પણ વાંચોઃ Big Breaking/ગુજરાતમાં મોહરમની જાહેર રજા હોવા છંતા પણ આવતીકાલે શાળાઓ ચાલુ રહેશે,શિક્ષણ વિભાગે આ કારણથી જાહેર કર્યો પરિપત્ર