Not Set/ અંગ્રેજીના ટોપર ન બતાવી શક્યા સાચો સ્પેલિંગ, પરીક્ષાર્થીઓની કાબેલિયત સામે સવાલો

પરીક્ષામાં નકલ કરવાની વાત હવે નવી નથી રહી. પરંતુ આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં ટોચનો ક્રમાંક મેળવનાર પરીક્ષાર્થીઓ જ તેના નામનો સાચો સ્પેલિંગ પણ ન બતાવી શકે. ગુજરાતમાં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં જ આવું સામે આવ્યું છે. અંગ્રેજીમાં જે વિદ્યાર્થીઓએ ટોપ કર્યું. તે જ વિદ્યાર્થીઓ તેમના નામ તેમજ સરળ શબ્દોના સાચા […]

Gujarat Trending
hqdefault 2 અંગ્રેજીના ટોપર ન બતાવી શક્યા સાચો સ્પેલિંગ, પરીક્ષાર્થીઓની કાબેલિયત સામે સવાલો

પરીક્ષામાં નકલ કરવાની વાત હવે નવી નથી રહી. પરંતુ આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં ટોચનો ક્રમાંક મેળવનાર પરીક્ષાર્થીઓ જ તેના નામનો સાચો સ્પેલિંગ પણ ન બતાવી શકે.

ગુજરાતમાં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં જ આવું સામે આવ્યું છે. અંગ્રેજીમાં જે વિદ્યાર્થીઓએ ટોપ કર્યું. તે જ વિદ્યાર્થીઓ તેમના નામ તેમજ સરળ શબ્દોના સાચા સ્પેલિંગ ન જણાવી શક્યા. જેથી તેમણે ટોપ કઈ રીતે મેળવ્યો તે સવાલ થાય છે.

મહત્વનું છે કે પંચમહાલ જીલ્લામાં જુદા જુદા કેન્દ્રો પર લેવાયેલી ધોરણ 10ની પરીક્ષામાં 200 જેટલા વિદ્યાર્થીઓ નકલ કરતા પકડાયા હતા.

જે બાદ શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તેમને બોલાવીને તેમની પૂછપરછ પણ કરવામાં આવી  હતી. ધોરણ 10 અને ધોરણ 12માં નકલના 230 કેસો સામે આવ્યા હતા. જેમાંથી 96 વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નકલ કરતા પકડાયા હતા..

આ મામલે જીએસઈબીના ચેરમેને જણાવ્યું હતું કે નકલ કરવાના કેસમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પર પણ કાર્યવાહી કરવામાં આવશે. (જો કે આ વિદ્યાર્થીઓની ઉમર 18 વર્ષ કરતા નીચેની હોઈ તેના નામ અમે આપને જણાવી શકીએ નહીં).