અકસ્માત/ એક્ટર સાહિલ ચઢ્ઢા અને પત્ની પ્રોમિલાનો એમ્બ્યુલન્સ સાથે થયો અકસ્માત, હોસ્પિટલમાં કરાયા દાખલ

અભિનેતા સાહિલ ચઢ્ઢા અને તેની પત્ની પ્રોમિલાના અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. તેમની કાર એમ્બ્યુલન્સ સાથે ટકરાઈ હતી, જેના કારણે તે બંનેને ઘણી ઇજાઓ પહોંચી છે.

Trending Entertainment
A 191 એક્ટર સાહિલ ચઢ્ઢા અને પત્ની પ્રોમિલાનો એમ્બ્યુલન્સ સાથે થયો અકસ્માત, હોસ્પિટલમાં કરાયા દાખલ

અભિનેતા સાહિલ ચઢ્ઢા અને તેની પત્ની પ્રોમિલાના અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. તેમની કાર એમ્બ્યુલન્સ સાથે ટકરાઈ હતી, જેના કારણે તે બંનેને ઘણી ઇજાઓ પહોંચી છે. સાહિલ અને પ્રોમિલા હાલમાં મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

સાહિલ અને તેની પત્ની પ્રોમિલા 12 મી મેના રોજ મુંબઈની ઝેવિયર્સ કોલેજ પાસે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે ઝડપથી સામેથી આવતી એક એમ્બ્યુલન્સ સાથે ટક્કર થઈ. આ રોડ અકસ્માતમાં પ્રોમિલાના પગમાં બે ફ્રેક્ચર થયા છે. જ્યારે સાહિતના પેટ અને જાંઘ પર ખુબ ઈજાઓ થઈ છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :અમિતાભ બચ્ચને લગાવ્યો કોરોના રસીનો બીજો ડોઝ, ફોટો શેર કરી કહ્યું આવું….

તાજેતરમાં સાહિલ ચઢ્ઢાઅને પ્રોમિલા બંને કોવિડ 19 પોઝિટિવ થયા હતા. ત્યારબાદ 20 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહ્યા હતા અને પછી નોર્મલ લાઈફમાં પાછા ફર્યા. પરંતુ ભાગ્યને કઈક બીજું જ મંજૂર હતું અને તેમનો અકસ્માત થયો. મળતી માહિતી મુજબ સાહિલની ઈજાઓ ગંભીર નથી અને તે બે ચાર દિવસમાં હોસ્પિટલથી ઘરે પાછો ફરશે.

આ પણ વાંચો :‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ને ડીજીટલ રિલીઝ ફોર્મેટ ફળ્યું, બોલીવુડ માટે ડીજીટલ પ્લેટફોર્મના મંડાણ 

આ અકસ્માત અંગે વાત કરતા સાહિલે ઈ ટાઈમ્સને કહ્યું કે જીવનનો એક મોટો અકસ્માત ટળી ગયો છે. ઈશ્વરના આશીર્વાદથી બહુ ઈજા થઈ નથી. જે પણ કઈ થયું તે ખુબ ચોંકાવનારું અને ડરામણું હતું. આ સાથે જ સાહિલે એમ પણ કહ્યું કે પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવરને પકડી લીધો છે.

આ પણ વાંચો : અનુપમાને બદલે હવે ટીઆરપીમાં ટોપ પર પહોંચ્યો ગુમ હૈ કિસી કે પ્યાર મે… શો

સાહિલ ચઢ્ઢાની કરિયરની વાત કરીએ તો તે અનેક વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે બાગબાન, સેક્શન 375 અને થોડી લાઈફ થોડા મેજિક જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

kalmukho str 12 એક્ટર સાહિલ ચઢ્ઢા અને પત્ની પ્રોમિલાનો એમ્બ્યુલન્સ સાથે થયો અકસ્માત, હોસ્પિટલમાં કરાયા દાખલ