Not Set/ દીવમાં આવેલો આ બીચ તુલસી વિવાહ સાથે ધરાવે છે ગાઢ સંબંધ, આવો જાણીએ શું છે રહસ્ય

તુલસી વિવાહ જંલધરના ઈતિહાસ થી સંકળાયેલી પૌરાણિક કથા છે. દીવમાં પણ જંલધર બીચ આ કથાનો એક ભાગ છે. દીવમાં જંલધર બીચ ખાતે જંલધરનું મંદિર પણ સ્થાપિત છે.

Trending Dharma & Bhakti Navratri 2022
alang 10 દીવમાં આવેલો આ બીચ તુલસી વિવાહ સાથે ધરાવે છે ગાઢ સંબંધ, આવો જાણીએ શું છે રહસ્ય

આવતી કાલે રવિવાર તા. 14 નવેમ્બર તુલસી વિવાહનો દિવસ છે. ત્યારે આવો જાણીએ તુલસી વિવાહ સાથે સંકળાયેલા દિવના આ બીચની કથા. દિવના આ બીચ પર ભારે ધામધૂમ થી તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવે છે. અને અહીંના લોકો પણ આ દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતાં હોય છે.

દીવનો ઈતિહાસ તુલસી વિવાહ સાથે સંકળાયેલ છે. દીવમા આવેલા જંલધર બીચની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. દર વર્ષે કારતક સુદ અગિયારસના દિવસે લોકો શાલીગ્રામ અને તુલસીના લગ્ન કરે છે. દીવમા જ્યાં જંલધરનુ મસ્તક પડ્યું હતું ત્યાં જંલધર મંદિર આજે પણ મૌજુદ છે. તેથી તે દરીયા કિનારો પણ જંલધર બીચ તરીકે પ્રખ્યાત છે. દીવના લોકો જંલધરની પણ પૂજા કરવામા આવે છે.

The Goan EveryDay: tulsi

તુલસી વિવાહ જંલધરના ઈતિહાસ થી સંકળાયેલી પૌરાણિક કથા છે. દીવમાં પણ જંલધર બીચ આ કથાનો એક ભાગ છે. દીવમાં જંલધર બીચ ખાતે જંલધરનું મંદિર પણ સ્થાપિત છે.

દીવ એક પર્યટક સ્થળની સાથે દેવોની નગરી પણ કહેવામાં આવે છે. દીવમાં એક જંલધર બીચ છે. જેની પાછળ એક પૌરાણિક કથા છે. જંલધર સમુદ્રનો પુત્ર અને લક્ષ્મીજીનો ભાઈ હતો. જેને સત્તા મળતા તે રાજા બની અત્યાચાર ફેલાવતો, તેના આ અત્યાચારને ખતમ કરવા અને જંલધરનો નાશ કરવા સ્વંય ભગવાનને કપટ કરવું પડ્યું હતું.

Tulsi Vivah celebrated across Goa - The Navhind Times

જંલધરની પત્ની વૃંદા સતી હતી તેથી તેમના પતિ જંલધરને કોઈ મારી શકે તેમ ના હતું. જો વૃંદાનું સતીત્વ ભંગ થાય તો જંલધરનું મૃત્યુ થાય તેથી ભગવાન જંલધરનું રુપ લઈને વૃંદાનું સતીત્વ ભંગ કરે છે. ત્યારે યુધ્ધ કરવા ગયેલ જંલધરનું મસ્તક વૃંદાના ખોળામાં પડે છે. ત્યારે સામે ઉભેલા ભગવાન ને વૃંદા પૂછે છે કે આપ કોણ છો? ત્યારે ભગવાન તેમના અસલી રૂપમાં આવે છે, ત્યારે વૃંદા તેમને પથ્થર બનવાનો શ્રાપ આપે છે, સાથે ભગવાન પણ વૃંદાને વનસ્પતિ બનવાનો શ્રાપ આપે છે. અને  તેથી તે તુલસી બને છે અને દર વર્ષે કારતક સુદ અગિયારસ ના દિવસે લોકો શાલીગ્રામ અને તુલસીના લગ્ન કરે છે.

જેથી તે દિવસ તુલસી વિવાહ તરીકે ઓળખાય છે. દીવમાં  જ્યાં જંલધરનુ મસ્તક પડ્યું હતું ત્યાં જંલધર મંદિર આજે પણ મૌજુદ છે, તેથી તે દરીયા કિનારો પણ જંલધર બીચ તરીકે પ્રખ્યાત છે. દીવમાં તુલસી પણ દરેક સ્થળે તરત જ ઉગી નીકળે છે. અને દીવના લોકો જંલધરની પણ પૂજા કરે છે.

સ્યુસાઈડ ફોરેસ્ટ / આ જંગલમાં આવીને લોકો કરે છે આત્મહત્યા, ઝાડ પર લટકતી લાશો જોઈને …