Not Set/ વકીલ કિરીટ જોષીની હત્યાનો ભેદ ઉકેલાયો,2 શખ્સોની કરાઈ ધરપકડ,50 લાખની અપાઈ હતી સોપારી

અમદાવાદ, વકીલ કિરીટ જોશીની શહેરના ટાઉન હૉલ જેવા ધમધમતા વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો દ્વારા સારા જાહેર છરી વડે હુમલો કરી કિરીટ જોશીની હત્યા નિપજાવ્યા બાદ નાસી છૂટ્યા હતા, આ બહુચર્ચિત હત્યા કેસનો ભેદ આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે. આ હત્યા કેસ મામલે ક્રાઈમ બ્રાંચે બે લોકોની ધરપકડ કરી છે. સાયમન લુઇસ અને અજય મોહન […]

Top Stories Ahmedabad Gujarat Trending
jam 9 વકીલ કિરીટ જોષીની હત્યાનો ભેદ ઉકેલાયો,2 શખ્સોની કરાઈ ધરપકડ,50 લાખની અપાઈ હતી સોપારી

અમદાવાદ,

વકીલ કિરીટ જોશીની શહેરના ટાઉન હૉલ જેવા ધમધમતા વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો દ્વારા સારા જાહેર છરી વડે હુમલો કરી કિરીટ જોશીની હત્યા નિપજાવ્યા બાદ નાસી છૂટ્યા હતા, આ બહુચર્ચિત હત્યા કેસનો ભેદ આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખ્યો છે.

આ હત્યા કેસ મામલે ક્રાઈમ બ્રાંચે બે લોકોની ધરપકડ કરી છે. સાયમન લુઇસ અને અજય મોહન મહેતા કરીને બે આરોપીઓની મુંબઈથી ધરપકડ કરવામાં આવી આવી હતી અને બીજા શંકાસ્પદ લાગતાં બે આરોપીઓને હાલ લગાવામાં આવ્યા છે. કિરીટ જોશીની હત્યા કરવા માટે જયેશ પટેલે સોપારી આપીને વકીલ કિરીટ જોશીની હત્યા કરાવી હતી. હત્યા કરવા માટે 50 લાખ રૂપિયાની સોપારી જયેશ પટેલે આપી હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ જયેશ પટેલ બોગસ પાસપોર્ટ બનાવી દુબઈ ભાગી ગયો હોવાની પણ માહિતી મળી રહી છે.

વકીલ કિરીટ જોશીની હત્યા 29 એપ્રિલના રોજ જાહેરમાં રસ્તા પર છરીના સાત-આઠ જેટલા ઘા મારીને તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. જે સમયે તેમની હત્યા કરવામાં આવી રહી હતી તે સમયે ઘટના સ્થળ પર ઘણા બધા લોકો હાજર હતાં પરંતુ કોઈએ પણ કિરીટ જોશીને બચાવવાનો પ્રયાસ કર્યો નહતો. બે શખ્સો બાઈક પર આવીને વકીલ કિરીટ જોશી પર તૂટી પડ્યા હતાં આને કિરીટ જોશીની ક્રુરતા પૂર્વક હત્યા કરી દીધી હતી.

જામનગરના ચકચારી 100 કરોડના જમીન કૌભાંડનો કેસ કિરીટ જોશી લડી રહ્યા હતાં, જેમાં 13 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કિરીટ જોશીના નાના ભાઈ અશોક જોશીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કિરીટ ભાઈ ભૂમાફિયા સામે કેસ લડી રહ્યા હતાં. 100 કરોડના ઇવાપાર્ક જમીન કૌભાંડનો કેસ લડી રહ્યા હતાં. અશોક જોશીનું કહેવું છે કે હજુ સુધી આ કેસ મામલે કોઈ પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.

આ કેસ મામલે પોલીસે હત્યારાનો સ્કેચ પણ જાહેર કર્યો હતો. સાથે જ પોલીસે દ્વારા લોકો માહિતી આપી શકે તે માટે મોબાઈલ નંબર્સ પણ આપવામાં આવ્યા હતાં અને 50 હજારના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી જેમાં સ્પષ્ટ રીતે જોઈએ શકાય છે કે કિરીટ જોશી પર હત્યારાઓ છરી લઈને તૂટી પડે છે અને કિરીટ જોશી ભાગવાનો પણ પ્રયાસ કરે છે પરંતુ હત્યારાઓ ઉપરા ઉપરી છરીના ઘા વાગવાને કારણે તેઓ ત્યાં જ જમીન પર પડી જાય છે.

આ મામલે જામનગરના વકીલો ઉપવાસ પર પણ બેઠા હતાં અને વકીલ મંડળો એવું માને છે કે જો વકીલ પર આ પ્રકારના હુમલાઓ થાય તો કોઈ વકીલ આવા પ્રકારના કેસ લઇ જ નહિ શકે. હાઈકોર્ટના વકીલોનું એવું મંતવ્ય છે કે ભાઈચારો બતાવ માટે અને રાજ્યભરના વકીલોની માંગ છે કે રાજ્ય સરકાર અને તપાસ એજન્સીઓ આ મામલે ગંભીર પગલાં લઈને આરોપીના ઝડપી સજા કરીને, મૃતકના પરિવારજનોને  નિષ્પક્ષ ન્યાય મળી શકે તે માટે સક્રિય થાય, સાથે જ વકીલો આ રીતની ઘટનાઓનો ભોગ બનતા જ રહેશે તો તેમના માટે વકાલત ની કામગીરી ખરેખર ખૂબ મુશ્કેલ બની છે. હાલ પોલીસ આરોપીઓ સાથે પુછપરછ કરી રહી છે જેમાં વધુ નામ બહાર આવી શકે છે. હાલ પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે..