Not Set/ મુંબઈ સામે મળેલી શાનદાર જીત બાદ પણ કેપ્ટન રહાણેને ફટકારવામાં આવ્યો ૧૨ લાખ રુ.નો દંડ, જાણો શું છે કારણ

મુંબઈ, રવિવારે મુંબઈના વાનખેડે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ૭ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખતા આ મેચમાં માત્ર ૫૩ બોલમાં ૯ ચોક્કા અને ૫ સિક્સર સાથે ૯૪ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. પરંતુ રાજસ્થાનની ટીમના શાનદાર વિજય બાદ પણ કેપ્ટન અજીન્ક્ય રહાણેને ૧૨ […]

Sports
vivo ipl 2018 m6 rr v dd d7c183a8 3dbd 11e8 bfff c0c145c8e053 મુંબઈ સામે મળેલી શાનદાર જીત બાદ પણ કેપ્ટન રહાણેને ફટકારવામાં આવ્યો ૧૨ લાખ રુ.નો દંડ, જાણો શું છે કારણ

મુંબઈ,

રવિવારે મુંબઈના વાનખેડે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ૭ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખતા આ મેચમાં માત્ર ૫૩ બોલમાં ૯ ચોક્કા અને ૫ સિક્સર સાથે ૯૪ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

પરંતુ રાજસ્થાનની ટીમના શાનદાર વિજય બાદ પણ કેપ્ટન અજીન્ક્ય રહાણેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL દ્વારા પોતાના નિવેદનમાં જણાવવામાં આવ્યું, “આ સિઝનમાં રાજસ્થાનની ટીમને સ્લો ઓવર રેટના કારણે આઈપીએલના કોડ ઓફ કંડક્ટના નિયમ હેઠળ રહાણેને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે”.

આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે CSK ખાતે રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટના કારણે ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો.

રવિવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે મુંબઈ દ્વારા આપવામાં આવેલા ૧૬૯ રનના ટાર્ગેટનો પીછો કરતા  આ લક્ષ્યાંકને ૧૨ બોલ બાકી રાખતા જ વટાવ્યો હતો અને ટુર્નામેન્ટમાં પોતાનો છઠ્ઠો વિજય હાંસલ કર્યો હતો.

બીજી બાજુ આ હાર સાથે જ મુંબઈની ટીમ પ્લેઓફની લગભગ બહાર થઇ જઈ છે જયારે રાજસ્થાની પ્લેઓફમાં પ્રવેશવાની આશા હજી જીવંત જોવા મળી રહી છે.