Not Set/ જલ્દી જ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ બનશે

ઓસ્ટ્રેલિયાનાં વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ હવે ભારતનાં જમાઈ બનવા જઈ રહ્યા છે. ગયા વર્ષે, ગ્લેન મેક્સવેલ ભારતીય રિવાજો અનુસાર તેની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે સગાઈ કરી હતી.

Sports
1 210 જલ્દી જ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ બનશે

ઓસ્ટ્રેલિયાનાં વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ હવે ભારતનાં જમાઈ બનવા જઈ રહ્યા છે. ગયા વર્ષે, ગ્લેન મેક્સવેલ ભારતીય રિવાજો અનુસાર તેની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે સગાઈ કરી હતી. ઓસ્ટ્રેલિયાનાં વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન ટૂંક સમયમાં વિની રમન સાથે લગ્ન કરશે. સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ બનનાર બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બનશે.

1 211 જલ્દી જ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ બનશે

વિવાદ / હરભજન સિંહને ખાલિસ્તાની આતંકી ભીંડરાવાલેને શહીદ બતાવવું ભારે પડ્યું

ગયા વર્ષે બંનેની સગાઈ થઈ હતી અને સગાઈ દરમ્યાન ફક્ત તેમના નજીકનાં મિત્રો અને પરિવારનાં સભ્યો જ સામેલ થયા હતા. સગાઈનાં પ્રસંગે બંને ઘણા સુંદર દેખાઈ રહ્યા હતા. સગાઈ દરમ્યાન મેક્સવેલનાં આઉટફિટ વિશે વાત કરીએ તો, ગ્લેન મેક્સવેલે આ પ્રસંગે બ્લુ કલરની શેરવાની પહેરી હતી. અને તેની ગર્લફ્રેન્ડ વિની રમને કાળા રંગનાં લહેંગા ચુની પહેરી હતી. બંને એક સાથે ઘણા સુંદર દેખાઈ રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, ગ્લેન મેક્સવેલ શોન ટૈટ બાદ બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બનશે જેણે ભારતની છોકરી સાથે લગ્ન કર્યા છે અને પોતાની દુલ્હન બનાવી છે. ગ્લેન મેક્સવેલ પહેલા ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ઝડપી બોલર શોન ટૈટે 2014 માં ભારતીય મૂળનાં માસૂમ સિંહા સાથે લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ આઈપીએલ પાર્ટી દરમિયાન શોન ટૈટ માસૂમ સિંહાને મળ્યો હતો. મુલાકાત પછી બંને થોડા દિવસો પછી સંબંધમાં બંધાયા હતા. અને આ સંબંધ લગ્ન સંબંધોમાં ફેરવાઈ ગયા હતા.

1 212 જલ્દી જ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ બનશે

ક્રિકેટ / IPL ની બાકીની મેચોથી મોટી સંખ્યામાં વિદેશી ખેલાડીઓ થઇ શકે છે બહાર, જાણો કેમ

વર્ષ 2019 માં, મેક્સવેલે તેની માનસિક સ્થિતિને કારણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. મેક્સવેલે ખુલાસો કર્યો હતો કે તે વિની રમન જ હતી જેણે તેના માનસિક સ્વાસ્થ્ય મુદ્દાની ઓળખ કરી હતી. મેક્સવેલ માનસિક અને શારિરીક રીતે થાકી ગયો હતો, માનસિક સ્વાસ્થ્યને કારણે તેણે ઓક્ટોબર 2019 માં આરામ કરવાની ફરજ પડી હતી. આપને જણાવી દઈએ કે, અચાનક જ મેક્સવેલ માનસિક બીમાર હોવાના સમાચારથી બધાને આશ્ચર્ય થયું હતું. જે બાદ એવું અનુમાન કરવામાં આવી રહ્યો હતો કે ગ્લેન મેક્સવેલ તેના રિલેશનશીપનાં ચક્કરમાં માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો છે. પરંતુ બાદમાં મેક્સવેલે કહ્યું કે, વિની રમનનાં કારણે તે ફરીથી ક્રિકેટમાં પાછો ફર્યો છે. મેક્સવેલે કહ્યું કે, તેની ગર્લફ્રેન્ડ વિની રમને સૌ પ્રથમ તેનામાં પરિવર્તનની અનુભૂતિ કરી હતી. તેણે કહ્યું, ‘ખરેખર તે મારી ગર્લફ્રેન્ડ હતી, જેણે મને કોઈની સલાહ લેવાનું કહ્યું હતું. સૌ પ્રથમ તેને મારામાં પરિવર્તનની અનુભૂતિ થઈ અને હું તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. મેક્સવેલ અને વિની 2017 થી એક બીજાને ડેટ કરી રહ્યા છે. મેક્સવેલ 2019 ની શરૂઆતમાં વિનીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એવોર્ડમાં લઈ ગયો હતો. થોડા મહિના પહેલા, દંપતી યુરોપનાં પ્રવાસે પણ ગયા હતા. ભારતીય મૂળની વિની ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્નમાં સ્થાયી છે. તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મુજબ, તે વ્યવસાયે ફાર્માસિસ્ટ છે.

kalmukho str 3 જલ્દી જ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ બનશે