IND vs SA/ ખરાબ શોટ રમીને આઉટ થયેલા પંતથી નારાજ ટીમ ઈન્ડિયાનાં કોચ

ટીમને મિડલ ઓર્ડરમાં રિષભ પંત પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ તેણે પણ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પંતનાં શોટની પસંદગીને લઈને હવે ઘણી ચર્ચાઓ થઈ રહી છે.

Sports
પંત

ટીમ ઈન્ડિયાને જોહાનિસબર્ગમાં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આનું મુખ્ય કારણ મહેમાન ટીમની નબળી બેટિંગ હતી. આ મેચમાં ટીમનાં મોટાભાગનાં બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. બીજી ઇનિંગમાં અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને બાદ કરતા અન્ય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યા ન હોતા.

આ પણ વાંચો – કોરોનાની અસર / કોરોનાનાં કેસ વધતા હવાઈ મુસાફરીને અસર, રાજકોટથી મુંબઈ જતા યાત્રીઓ રાખે આ વાતનું ખાસ ધ્યાન

ટીમને મિડલ ઓર્ડરમાં રિષભ પંત પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ તેણે પણ ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પંતનાં શોટની પસંદગીને લઈને હવે ઘણી ચર્ચાઓ થઈ રહી છે અને ઘણા દિગ્ગજોનું માનવું છે કે પંત બેજવાબદાર શોટ રમીને આઉટ થઈ રહ્યો છે. ભારતીય વિકેટ કીપર બેટ્સમેને પ્રથમ ઇનિંગમાં 17 રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે બીજી ઈનિંગમાં તે ખાતું પણ ખોલી ન શક્યો અને આઉટ થઈ ગયો હતો. ઝડપી બોલર કાગિસો રબાડાનાં બોલ પર બિગ શોટ રમવાના ચક્કરમાં પંતે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ તેના ખરાબ શોટ સિલેક્શનથી નારાજ છે. તેમણે કહ્યું છે કે, ટીમ મેનેજમેન્ટ તેના શોટ પસંદગી અંગે પંત સાથે ચર્ચા કરશે. દ્રવિડ ઉપરાંત, ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર અને ભારતનાં મહાન સુનિલ ગાવસ્કરે પણ પંતની નબળી બેટિંગ માટે ટીકા કરી છે.

આ પણ વાંચો – મહિલાના વાળમાં થૂંકવાના મામલે / હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે સોશિયલ મીડિયા માધ્યમથી વિવાદ પર માફી માંગી,જુઓ વીડિયો

પંતને શોટની પસંદગી અંગે, કોચ દ્રવિડે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “અમે જાણીએ છીએ કે રિષભ સકારાત્મક રીતે રમે છે અને તે ચોક્કસ રીતે બેટિંગ કરે છે. આ પ્રકારની બેટિંગે તેને તાજેતરનાં સમયમાં સફળતા પણ અપાવી છે. પરંતુ હા, ચોક્કસપણે, અમે તેની સાથે તેના શોટ પસંદગી વિશે વાત કરીશું. રિષભ પંતને કોઈ કહેશે નહીં કે તમારે સકારાત્મક કે આક્રમક ખેલાડી ન બનવું જોઈએ. પરંતુ કેટલીકવાર આમ કરવામાં સમય લાગે છે. હું માનું છું કે જ્યારે તમે ફિલ્ડમાં નવોદિત છો, તો થોડો સમય પસાર કરવો વધુ સારું છે. એક બેટ્સમેન તરીકે એ સમજવું જરૂરી છે કે તમારે ક્યારે વિરોધી ટીમ પર હુમલો કરવાનો હોય છે.