Not Set/ ગુજરાતી કલાકારોમાં ફેલાયો કોરોના, ફિલ્મ ‘છેલ્લો દિવસ’નો આ એક્ટર થયો પોઝિટિવ

ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી પોપ્યુલર એક્ટર મિત્ર ગઢવીને કોરોના થયો હોવાનું જાણતા તેના ફેન્સ પણ ચિંતામાં છે।

Gujarat Others
છેલ્લો દિવસ

દેશમાં સતત કોરોના કેસમાં વધરો થઈ રહ્યો છે. બોલિવૂડ બાદ હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં પણ કોરોના ફેલાઈ રહ્યો છે.  ગુજરાતી કાળકોરો પણ હવે આ વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. છેલ્લો દિવસ એક્ટર મિત્ર ગઢવી, એક્ટ્રેસ દીક્ષા જોશી, એક્ટર હેમાંગ દવે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો :કોરોના કેસ વધતા સૌ.યુનિનો પદવીદાન સમારોહ-યુવક મહોત્સવ સહિતના કાર્યક્રમો મોકૂફ રખાયું

આપને જણાવી દઈએ કે, ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી પોપ્યુલર એક્ટર મિત્ર ગઢવીએ સોશિયલ મીડિયા પર એક નૉટ શેર કરતા લખ્યું કે ‘તારીખ 1 જાન્યુઆરીએ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નવા વર્ષ 2022નો આ મારા માટે નવો પડકાર છે. કારણકે, મને તાવ આવ્યો હતો, ઉધરસ થઈ હતી અને પીઠનો દુ:ખાવો થઈ રહ્યો હતો. હવે મને સારું છે અને હાલ હું આઈસોલટ થઈ ગયો છું. ડૉક્ટરે જણાવેલી ગાઈડલાઈનનું હું પાલન કરી રહ્યો છું અને આશા રાખું છું કે દરેક લોકો સુરક્ષિત રહે તેમજ માસ્ક પહેરે.’

a 17 ગુજરાતી કલાકારોમાં ફેલાયો કોરોના, ફિલ્મ 'છેલ્લો દિવસ'નો આ એક્ટર થયો પોઝિટિવ

ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી પોપ્યુલર એક્ટર મિત્ર ગઢવીને કોરોના થયો હોવાનું જાણતા તેના ફેન્સ પણ ચિંતામાં છે અને મિત્ર ગઢવી જલદી સાજો થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં એક્ટર મિત્ર ગઢવીએ ‘લૉય’નો રોલ કર્યો હતો. આ સિવાય તે ‘બસ એક ચાન્સ’, ‘દાવ થઈ ગયો યાર’, ‘શું થયું’, ‘વેન્ટિલેટર’, ‘ફેમિલી સર્કસ’, ‘અફરા તફરી’ જેવી ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : સુડામડા ગામે ઝડપાયેલા ખનીજ ચોરી માં ફરિયાદ,34.64 કરોડના મુદામાલ સાથે ફરિયાદ દાખલ.

દીક્ષાએ સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, ‘2022માં હું આમ કરીશ.. હું વર્કઆઉટ રોજ કરીશ, પરંતુ હાલમાં હું કોવિડ પોઝિટિવ છું અને ડૉક્ટરે મને શ્રમ કરવાની ના પાડી છે. શું યાર..’

દીક્ષા હાલમાં હોમ આઇસોલેશનમાં છે અને સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ દીક્ષાએ ફિલ્મ ‘લકીરો’નું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં રોનક કામદાર, શિવાની જોષી, નેત્રી ત્રિવેદી મહત્વનો રોલમાં છે. આ ગુજરાતી ફિલ્મમાં જાઝ મ્યૂઝિકને પહેલી જ વાર એક્સપ્લોર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના કારણે ખેડૂતોની હાલત દયનીય, જીરૂ અને ચણાના પાકને વ્યાપક નુકશાન

એક્ટર હેમાંગ દવેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હેમાંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. મહેરબાની કરીને સાવચેત રહો. છેલ્લાં બે-ત્રણ દિવસમાં મારા સંપર્કમાં આવનારા તમામ લોકો ટેસ્ટ કરાવે. એવા કોઈ લક્ષણો નથી, પરંતુ આ ઘણો જ ચેપી છે તેથી જ સાવેચત રહો.’

ભારતના અન્ય ક્ષેત્રીય સિનેમાની સરખામણીમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઢોલિવૂડે છેલ્લા વર્ષોમાં ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. 1970-80નો દાયકો ઢોલિવૂડનો સુવર્ણ યુગ હતો અને પછી ગુજરાતી દર્શકો હિન્દી સિનેમા તરફ વળ્યા. ગ્રામીણ દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી ફિલ્મો સારું પ્રદર્શન કરી રહી હતી જ્યારે શહેરી વિષયો આધારિત ફિલ્મોએ ઢોલિવૂડને નવજીવન આપ્યું છે.

આ પણ વાંચો :પંજાબમાં પીએમની સુરક્ષામાં ચુક બાદ પ્રધાનમંત્રીના લાંબા આયુષ્ય માટે સોમનાથ મહાદેવને વિશેષ પૂજા અર્ચના કરાઈ

આ પણ વાંચો :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવવાના કોંગ્રેસ સરકારના ખેલો સામે પંચમહાલ ભા.જ.પ.પણ લાલઘૂમ..!!