Not Set/ દેશનાંં 8 રાજ્યોમાં બર્ડફલુનો કહેર, અલર્ટમાં ગુજરાત લઇ રહ્યું છે આ પગલા

બર્ડ ફલૂ ગુજરાત બહારના રાજ્યોમાં જોવા મળ્યો છે. જેના કારણે પક્ષીઓના મૃત્યુ થઈ રહ્યા છે. પરંતુ સદનસીબે ગુજરાતમાં આ ફલૂ સામે નથી આવ્યો. પરંતુ બહારથી પક્ષીઓ માંથી આ ફલૂ આવે

Gujarat Others
નલિયા 44 દેશનાંં 8 રાજ્યોમાં બર્ડફલુનો કહેર, અલર્ટમાં ગુજરાત લઇ રહ્યું છે આ પગલા

@આયુષી યાજ્ઞિક, અમદાવાદ 

બર્ડ ફલૂ ગુજરાત બહારના રાજ્યોમાં જોવા મળ્યો છે. જેના કારણે પક્ષીઓના મૃત્યુ થઈ રહ્યા છે. પરંતુ સદનસીબે ગુજરાતમાં આ ફલૂ સામે નથી આવ્યો. પરંતુ બહારથી પક્ષીઓ માંથી આ ફલૂ આવે તેવી સંભાવનાઓ છે. જેને પગલે પશુપાલન વિભાગ સતર્ક થયું છે. અમદાવાદ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

એક તરફ દેશ કોરોના મહામારીથી હેરાન પરેશાન છે ત્યારે બીજી તરફ દેશના 8 રાજ્યોમાં બાર્ડ ફ્લૂએ પગપેસારો કર્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સતર્કતાના ભાગરૂપે તમામ મરઘાં ફાર્મ અને પ્રાણીસંગ્રાલયોમાં દવાના છંટકાવની શરૂવાત કરવાના આદેશ અપાય છે. અમદાવાદ જિલ્લા પશુપાલન વિભાગ પ્પણ શહેરના તમામ ખાનગી અને સરકારી મરઘાંફાર્મમાં જઈને ત્યાંના માલિકોને બર્ડફલુ અંગે માંહિતગાર કારાય છે, સાથે જ રેન્ડમલી સેમ્પલ પણ એકઠા કરાય છે.

  • દેશના 8 રાજ્યોમાં બર્ડફલુનો કેર 
  • બર્ડ ફલૂને લઈને ગુજરાતમાં પણ અલર્ટ
  • પશુપાલન વિભાગ થયું શક્રિય 
  • પક્ષિનોનાલેવાય છે રેન્ડમ સેમ્પલ 
  • અલગ-અલગ સ્થળો પરથી લેવાય છે સેમ્પલ્સ 

આ અંગે અમદાવાદ જિલ્લા પશુપાલન વિભાગના ડેપ્યુટી ડાયરેકટ સુકેતુ ઉપાધ્યાયએ  જણાવે છે કે પશુપાલન વિભાગ સતત કામગીરી છે, ત્યારે અત્યાસ સુધી 250થી પણ વધુ પક્ષીઓના સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલાય છે. અને તમામ જિલ્લા અને તાલુકાઓમાં કોઈ પક્ષીઓ માં ,રણ થાય તો તે અંગે જાણ કર્વનાઈ સૂચના આપણા આપે છે.

પક્ષીઓમાં કોઈ બીમારી કે રોગ છે કે નહીં તેની માહિતી મળે તે હેતુથી પશુપાલન વિભાગ ઘ્વારા દર મહિને સેમ્પલો લેવામાં આવે છે. પરંતુ બહારના રાજ્યોમાં બર્ડ ફલૂ જોવા મળી રહ્યો છે જેથી  ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ પક્ષીઓના સેમ્પલ લેવામાં વધારો કરાયો છે. જેમાં નળ સરોવર અને ઝુમાંથી પણ પક્ષીઓના સેમ્પલ લેવાયા છે. અને 250 જેટલા સેમ્પલ લેબમાં મોકલ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો