પાટણ/ બાસ્પા ગામ પાસે પિકપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણના કમકમાટી ભર્યા મોત

પાટણ જિલ્લાના બાસ્પા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ગામના પાટિયા નજીક રાત્રી દરમિયાન પિકઅપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માત…

Gujarat Others
બાસ્પા ગામ
  • પાટણના બાલ્પા ગામે અકસ્માત
  • પિકઅપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માત
  • ઘટનામાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત
  • અકસ્માતના પગલે ગ્રામજનો દોડી આવ્યા

પાટણમાં અકસ્માતની ઘટનાઓ સિલસિલો યથવાત જોવા મળી રહ્યો છે. એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાના બાસ્પા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો  હોવાનું સામે આવ્યું છે. ગામના પાટિયા નજીક રાત્રી દરમિયાન પિકઅપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતમાં ઘટના સ્થળે 3 લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા.  અને 108ને જાણ કરી હતી.   સાથેજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :સુરતમાં પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના પુત્રએ લગ્ન પ્રસંગમાં કરી બબાલ

આપને જણાવી દઈએ કે, ગઇકાલે પશ્ચિમ બંગાળના નદિયા  જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 18 લોકોના મોત થયા છે. આ ઘટના શનિવારે રાત્રે બની હતી. આ અકસ્માતમાં અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ઉત્તર 24 પરગનાના બગદાથી 20 થી વધુ લોકો મૃતદેહ લઈને નવદ્વીપ સ્મશાનગૃહ તરફ જઈ રહ્યા હતા. મેટાડોર ફુલબારી વિસ્તારમાં રોડની બાજુમાં પાર્ક કરેલ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માત હંસખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો.

આ પણ વાંચો :બનાસકાંઠામાં ST બસોમાં ગાંજાની હેરાફેરી, 5 કિલો ગાંજા સાથે એક અટકાયત

આ પણ વાંચો :એસજી હાઇવે પરના ગણેશ મેરિડીયનમાં લાગી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો

આ પણ વાંચો :ગુજરાતમાં સરકારી શાળાઓને લાગ્યાં તાળા, 4 વર્ષમાં 1775 શાળા બંધ