Not Set/ રાજ્યમાં ઠંડીનો ચમકારો, હજુ બે દિવસ અનુભવાશે કાતિલ ઠંડી

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ અચાનક ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે સવારનાં સમય સુધી તાપમાનમાં થોડી ગરમીનો અનુભવ થઇ રહ્યો હતો. પરંતુ બપોરનાં સમયથી ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. પવનની દિશા બદલવાના કારણે અને રાજસ્થાન પર સર્જાયેલ સાઇક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે ગુજરાતનાં લઘુતમ તાપમાનમાં ઘટાડો […]

Top Stories Gujarat Others
Cool Season 1 રાજ્યમાં ઠંડીનો ચમકારો, હજુ બે દિવસ અનુભવાશે કાતિલ ઠંડી

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ અચાનક ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે સવારનાં સમય સુધી તાપમાનમાં થોડી ગરમીનો અનુભવ થઇ રહ્યો હતો. પરંતુ બપોરનાં સમયથી ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. પવનની દિશા બદલવાના કારણે અને રાજસ્થાન પર સર્જાયેલ સાઇક્લોનિક સર્ક્યુલેશનનાં કારણે ગુજરાતનાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે તેવુ સામે આવી રહ્યુ છે. જેના કારણે આવતા બે દિવસ સુધી ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે. ત્યાર બાદ ફરી લઘુતમ તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીમાં નજીવો ઘટાડો જોવા મળશે.

રાજ્યનાં આ શહેરોમાં અનુભવાઇ સૌથી વધુ ઠંડી

રાજ્યમાં આવતા બે દિવસ લોકોને ઠંડીનો ચમકારો થશે. બુધવારે સવાર પછી વાતાવરણમાં પરિવર્તન આવવાનું શરૂ થઇ ગયુ હતુ.

રાજ્યનાં પાટનગરમાં પણ આજે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળ્યુ. ધીમા પવન સાથે ઠંડીએ ઝોર પકડ્યું હતુ. જેના કારણે રસ્તાઓ સૂમસાન બની ગયા હતા. વળી જો અમદાવાદની વાત કરીએ તો અહી પણ ઠંડીએ પોતાનો ઝોર બતાવ્યુ છે. અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 16.7 ડિગ્રીથી ઘટીને 14.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આવતા બે દિવસ ઠંડીનો ચમકારો યથાવત રહશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.