Alert!/ ભારતમાં સેનાના અધિકારીઓ અને સામાન્ય લોકોને આ કારણથી ALERTના નિર્દેશ!

DRDOના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર પર મહિલા PIOને બ્રહ્મોસ મિસાઈલ સાથે જોડાયેલા રહસ્યો લીક કરવાનો આરોપ લાગ્યો છે.

Top Stories India
10 1 ભારતમાં સેનાના અધિકારીઓ અને સામાન્ય લોકોને આ કારણથી ALERTના નિર્દેશ!

કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા પંજાબ પોલીસ હેડક્વાર્ટરને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેટલીક મહિલા પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓપરેટિવ (પીઆઈઓ) fake સોશિયલ મીડિયા પ્રોફાઇલ દ્વારા ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના અધિકારીઓને નિશાન બનાવી રહી છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) એ આવી 14 શંકાસ્પદ પ્રોફાઇલ્સની યાદી બહાર પાડી છે, જે ભારતીય અધિકારીઓને લલચાવવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી હતી.

એક  અહેવાલ મુજબ, વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘આ મહિલા પીઆઈઓના નામ સામાન્ય ભારતીય મહિલા નામો જેવા છે. આવી સ્થિતિમાં ભારતીયો તેમના પર સરળતાથી વિશ્વાસ કરે છે. અમે આવી 12 થી વધુ નકલી પ્રોફાઇલને બ્લોક કરી છે, પરંતુ, લોકોને ફસાવવા માટે દરરોજ નવી પ્રોફાઇલ બનાવવામાં આવી રહી છે. આ નકલી પ્રોફાઇલ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ છે.

અધિકારીઓની સાથે સાથે સામાન્ય લોકોને પણ આવા ખાતાઓથી ઉભા થતા જોખમો અંગે ચેતવણી આપવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘અમે સરહદી જિલ્લામાં તૈનાત છીએ. ભારત-પાકિસ્તાન સરહદ અત્યંત સંવેદનશીલ પઠાણકોટ વિસ્તારથી માત્ર 26 કિલોમીટર દૂર છે. તેથી અમે વધારાની સાવચેતી રાખીએ છીએ. તેણે કહ્યું કે આ એકાઉન્ટ મહિલાઓના નકલી ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા. જ્યારે કોઈ વ્યક્તિ આવી પ્રોફાઈલ પર વાત કરવાનું શરૂ કરે છે ત્યારે તેની અશ્લીલ તસવીરો વાયરલ કરવામાં આવશે તેમ કહીને બ્લેકમેલ કરવામાં આવે છે.

તપાસ રિપોર્ટ અનુસાર, 2 અઠવાડિયાની અંદર નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા 325 થી વધુ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં એવા ઘણા દાખલા છે જ્યારે અધિકારીઓ આવા ફેક એકાઉન્ટનો શિકાર બન્યા છે. આના સંદર્ભે, ISI સાથે સંવેદનશીલ માહિતી શેર કરવા બદલ સત્તાવાર ગુપ્ત કાયદા હેઠળ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)માં ત્યારે હોબાળો થયો જ્યારે DRDOના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકર પર મહિલા PIOને બ્રહ્મોસ મિસાઈલ સાથે જોડાયેલા રહસ્યો લીક કરવાનો આરોપ લાગ્યો છે. આ અંગે જાસૂસીનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.