Asia Cup/ બાંગ્લાદેશે અફઘાનિસ્તાને 89 રને હરાવીને સુપર-4ની આશા જીવંત રાખી

અફઘાનિસ્તાનની ટીમ 44.3 ઓવરમાં 245 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, તસ્કીન અહેમદે ચાર વિકેટ અને ઇસ્લામે ત્રણ વિકેટ લીધી હતી

Top Stories Sports
11 1 બાંગ્લાદેશે અફઘાનિસ્તાને 89 રને હરાવીને સુપર-4ની આશા જીવંત રાખી

એશિયા કપ 2023ની ચોથી મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને 89 રને હરાવીને સુપર-4માં પહોંચવાની આશા જીવંત રાખી છે.બાંગ્લાદેશના 335 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. જો કે આ પછી ઈબ્રાહિમ ઝદરાન અને રહેમતે ઈનિંગને સંભાળી હતી. રહમત 33 રન બનાવીને આઉટ થયો હતો.એક છેડે ઉભા રહીને ઝદરાને શાહિદી સાથે મળીને ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો. ઈબ્રાહિમ 75 રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, શાહિદી પણ 51 રન બનાવીને આઉટ થઇ ગયો હતો આ પછી અફઘાનનો કોઈ ખેલાડી લાંબો સમય ટકી શક્યો ન હતો અને સમગ્ર ટીમ 44.3 ઓવરમાં 245 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તસ્કીન અહેમદે ચાર વિકેટ લીધી હતી. ઇસ્લામને ત્રણ વિકેટ મળી હતી.

આ પહેલા બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 334 રન બનાવ્યા હતા. નજમુલ હસન શાંતો અને મેહદી હસન મિરાજે સદી ફટકારી હતી. મિરાજ 112 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. તે જ રીતે શાંતોએ 104 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન શાકિબે અણનમ 32 રન બનાવ્યા હતા.પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમને શ્રીલંકાના હાથે એકતરફી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આવી સ્થિતિમાં આ મેચ જીતીને સુપર-4માં પહોંચવાની આશા જીવંત રાખી છે.