Gujarat election 2022/ 2017માં કોંગ્રેસ સૌથી વધુ જિલ્લામાં જીતી હોવા છતાં ભાજપ સત્તા જાળવવામાં સફળ

Gujarat election 2022ના જંગનું મંડાણ થઈ ગયું છે ત્યારે અહીં તે જરૂરી છે કે 2017ની ચૂંટણી કેવી રસપ્રદ રહી હતી. આ ચૂંટણીની ખાસિયત એ હતી કે સત્તાનો પ્યાલો ફરીથી કોંગ્રેસના હાથમાંથી આવીને છટકી ગયો હતો.

Top Stories Gujarat
BJP Congress 2017માં કોંગ્રેસ સૌથી વધુ જિલ્લામાં જીતી હોવા છતાં ભાજપ સત્તા જાળવવામાં સફળ
  • ભાજપે 2017માં બે દાયકામાં પહેલી વખત 100થી ઓછી બેઠક જીતી
  • કોંગ્રેસે બે દાયકામાં પહેલી વખત 75નો આંકડો વટાવ્યો
  • કોંગ્રેસની 15 જિલ્લામાં બહુમતી તો ભાજપની 13 જિલ્લામાં બહુમતી અને પાંચમાં બંને બરોબરીયા
  • શહેરી વિસ્તારોમાં ભાજપ તો ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત
  • સાત જિલ્લામાં ભાજપનું ખાતુ જ ન ખૂલ્યો તો બે જિલ્લામાં કોંગ્રેસનું ખાતુ ન ખૂલ્યું

Gujarat election 2022ના જંગનું મંડાણ થઈ ગયું છે ત્યારે અહીં તે જરૂરી છે કે 2017ની ચૂંટણી (Election) કેવી રસપ્રદ રહી હતી. આ ચૂંટણીની ખાસિયત એ હતી કે સત્તાનો પ્યાલો ફરીથી કોંગ્રેસના હાથમાંથી આવીને છટકી ગયો હતો. ચૂંટણીમાં મત ગણતરી દરમિયાન એક સમયે ભાજપ (BJP) 88 અને કોંગ્રેસ (Congress) 89 બેઠકો પર આવતા ભાજપમાં સુનકાર વ્યાપી ગયો હતો.  પણ છેવટે ભાજપે મોદી મેજિકના સથવારે બહુમતી મેળવી હતી, પરંતુ બે દાયકા પછી પહેલી વખત ભાજપ ત્રિઅંકી આંકડા 100થી નીચે 99 પર અટક્યું હતું. જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી, આમ કોંગ્રેસ મજબૂત વિપક્ષની ભૂમિકામાં આવી ગયું હતું.

આ ચૂંટણીની ખાસિયત એ હતી કે કોંગ્રેસે રાજ્યના 15 જિલ્લામાં બહુમતી મેળવી હોવા છતાં પણ તે સત્તા મેળવવાથી વંચિત રહી ગઈ હતી. તેની સામે ભાજપે પાંચથી વધુ બેઠકો વાળા જિલ્લાઓ સહિત 13 જિલ્લામાં બહુમતી મેળવી હતી. આમ સ્વાભાવિક રીતે ગુજરાતમાં બેઠી થયેલી કોંગ્રેસે ભાજપને ચોંકાવી દીધું હતું.

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. હવે જો ગુજરાતની સીટોને ઝોનવાઇઝ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં 32, મધ્ય ગુજરાતમાં 61, દક્ષિણ ગુજરાતમાં 35, સૌરાષ્ટ્ર-કચ્છમાં 54 સીટો આવે છે. ઉત્તર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરોબરનો જંગ જામ્યો હતો. કોંગ્રેસને 32માંથી 17 તો ભાજપને 14 બેઠક મળી હતી. તેમા શહેરી વિસ્તારોની બેઠકો ભાજપ પાસે તો ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ મજબૂત રહી હતી. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ આવી જ સ્થિતિ હતી.  એક બેઠક પર કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી જીત્યા હતા.

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જબરજસ્ત દેખાવના લીધે ભાજપ ગુજરાતમાં સત્તા બચાવવામાં સફળ રહ્યું હતું.  મધ્ય ગુજરાતમાં 61માંથી 37 બેઠક ભાજપને મળી હતી.  આમ સત્તાની ગુરુચાવી ભાજપ પાસે આવી ગઈ હતી.  તેની સામે કોંગ્રેસને 22 બેઠક જ મળી હતી. સામાન્ય રીતે મધ્ય ગુજરાતને હમણા સુધી કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હતું. પણ આદિવાસીઓના વિકાસ માટે કરેલા કામો ભાજપને ફળ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં ભાજપને 35માંથી 25 બેઠક મળી હતી. આના લીધે ભાજપે ફક્ત બે જ ઝોનના સથવારે અડધા ઉપરાંતની મજલ કાપી લીધી હતી. આ વિસ્તારમાં કોંગ્રેસ સૌથી વધુ નબળી રહી હતી.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા જેવા શહેરોમાં જબરજસ્ત દેખાવના લીધે ભાજપ સત્તા પર પરત ફરવામાં સફળ રહ્યું હતું. અમદાવાદમાં 21, સુરતમાં 16 અને વડોદરામાં 10 બેઠક છે. આ ત્રણેય મોટા જિલ્લામાં ભાજપને એકતરફી જીત મળી હતી.  અમદાવાદમાં 21માંથી 15, સુરતમાં 16માંથી 15 અને વડોદરામાં દસમાંથી આઠ બેઠક ભાજપને મળી હતી. આમ ત્રણ જિલ્લામાં જ ભાજપને 39 બેઠક મળી ગઈ હતી. તેની સાથે નવ સીટ વાળા બનાસકાંઠા અને આઠ બેઠકવાળા રાજકોટ જિલ્લાને જોડી લેવામાં આવે તો ભાજપને સૌથી વધુ બેઠકોવાળા પાંચ જિલ્લામાં 47 બેઠક મળી હતી. આ જિલ્લાની કુલ 64માંથી 16 બેઠક જ કોંગ્રેસને મળી હતી. આમ કુલ 33માંથી 13 જિલ્લામાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી. 15 જિલ્લામાં કોંગ્રેસની બેઠકો ભાજપ કરતા વધારે હતી, જ્યારે પાંચ જિલ્લામાં બંનેની બેઠકો બરોબર હતી.

કુલ સાત જિલ્લા એવા હતા જેમા ભાજપ ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો. તેમા અમરેલી, નર્મદા, ડાંગ, તાપી, અરવલ્લી, મોરબી અને ગીર-સોમનાથ જિલ્લાનો સમાવેશ થતો હતો. જ્યારે 2017માં ફક્ત બે જ જિલ્લા એવા હતા જેમા કોંગ્રેસનું ખાતુ પણ ખૂલ્યું ન હતુ. આ જિલ્લો પંચમહાલ અને પોરબંદર હતા.

આ પણ વાંચો

Gujarat Election 2022/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે, ગૃહમંત્રી

Gujarat Election/ અમિત શાહે રામ મંદિર અંગે કરી મોટી જાહેરાત, આ મહિનામાં ભવ્ય રામ મંદિર