સુપ્રીમ કોર્ટનો ચુકાદો/ કઠુઆ બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, આરોપી શુભમ પર પુખ્તવય મુજબ કાર્યવાહીનો આદેશ

કઠુઆ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય આવ્યો છે. આરોપી શુભમ સંગ્રા પર પુખ્તની જેમ કેસ કરવામાં આવશે.

Top Stories India
7 13 કઠુઆ બળાત્કાર કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, આરોપી શુભમ પર પુખ્તવય મુજબ કાર્યવાહીનો આદેશ

કઠુઆ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય આવ્યો છે. આરોપી શુભમ સંગ્રા પર પુખ્તની જેમ કેસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ઘટના સમયે સંગ્રાને કિશોર માનવાનો ઇનકાર કર્યો હતો. નીચલી કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કિશોર નક્કી કરવા માટે દસ્તાવેજોની ગેરહાજરીમાં, ન્યાયના હિતમાં તબીબી અભિપ્રાયને ધ્યાનમાં લેવો જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરોપી શુભમ સંગ્રા વિરૂદ્ધ ટ્રાયલ પુખ્ત તરીકે જ ચાલશે. સુપ્રિમ કોર્ટે નીચલી કોર્ટના સગીર હોવાના આદેશને રદ કર્યો છે. જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ચુકાદો આપતાં કહ્યું હતું કે, જો આરોપીની ઉંમર નક્કી કરવા માટે કોઈ નક્કર પુરાવા ન હોય તો આવી સ્થિતિમાં માત્ર ‘મેડિકલ ઓપિનિયન’ જ યોગ્ય માનવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 7 ફેબ્રુઆરી, 2020ના રોજ સુપ્રીમ કોર્ટે કઠુઆ કેસના એક આરોપી વિરુદ્ધ જુવેનાઈલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી અટકાવી હતી. આ પગલાં લેતા કોર્ટે જમ્મુ-કાશ્મીર સરકારની અપીલ પર નોટિસ જારી કરી હતી.જમ્મુ-કાશ્મીર સરકારે હાઈકોર્ટના આદેશ સામે અપીલ કરી હતી.

હાઈકોર્ટે આરોપીને સગીર ગણાવ્યો હતો. અગાઉ સીજેએમ કઠુઆએ પણ આરોપીને કિશોર ગણાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીર સરકારે મ્યુનિસિપલ અને સ્કૂલના રેકોર્ડ વચ્ચે તફાવત દર્શાવ્યો હતો. જાન્યુઆરી 2018 માં, છ પુરુષો પર કઠુઆમાં 8 વર્ષની મુસ્લિમ છોકરીનું અપહરણ, સામૂહિક બળાત્કાર અને હત્યા કરવાનો આરોપ છે.