Not Set/ દિલ્હી : IGI એરપોર્ટ પર સિસ્ટમમાં થયેલી ખરાબીના કારણે ૨૩ ફ્લાઈટ પડી મોડી

નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ઇન્ડીયાનાની સિસ્ટમમાં ખરાબી થવાના કારણે ત્રણ કલાક સુધી વિમાનસેવા પ્રભાવિત થયા હોવાની માહિતી સામે આવી છે. એર ઇન્ડિયાની સિસ્ટમમાં થયેલી ખરાબીના કારણે ૨૩ ફ્લાઈટ ૧૫ થી ૩૦ મિનિટ સુધી મોડી પડી હતી. બીજી બાજુ આ ખરાબીના કારણે યાત્રીઓને પણ એરપોર્ટ પર અટવાયા હતા. Several Air India […]

Top Stories India Trending
dc Cover g5dj3b3872d26n94e2o95gbid1 20170311014412.Medi દિલ્હી : IGI એરપોર્ટ પર સિસ્ટમમાં થયેલી ખરાબીના કારણે ૨૩ ફ્લાઈટ પડી મોડી

નવી દિલ્હી,

રાજધાની દિલ્હીમાં ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ઇન્ડીયાનાની સિસ્ટમમાં ખરાબી થવાના કારણે ત્રણ કલાક સુધી વિમાનસેવા પ્રભાવિત થયા હોવાની માહિતી સામે આવી છે. એર ઇન્ડિયાની સિસ્ટમમાં થયેલી ખરાબીના કારણે ૨૩ ફ્લાઈટ ૧૫ થી ૩૦ મિનિટ સુધી મોડી પડી હતી. બીજી બાજુ આ ખરાબીના કારણે યાત્રીઓને પણ એરપોર્ટ પર અટવાયા હતા.

એરલાઇન્સના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, “એર ઇન્ડિયાના સર્વરમાં ખરાબીના કારણે દેશભરમાંથી દિલ્હીમાં આવનરી ફ્લાઈટ પ્રભાવિત થઇ હતી અને શનિવાર બપોર ૧.૩૦ PM થી ૨.૩૦ PM સુધી એરપોર્ટના સંચાલનમાં ખરાબી આવી હતી. સિસ્ટમાં આવેલી ટેકનિકલ ખરાબીને રિસ્ટોર કરવામાં આવી રહી છે અને વિમાનની સેવાને સામાન્ય કરવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે”.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ આ ટેકનિકલ ખરાબી અંગે જણાવતા કહ્યું, “એરલાઇન્સના સર્વરમાં થોડાક સમય માટે ખરાબી આવી હતી, પરંતુ ત્યારબાદ તેને રિસ્ટોર કરવામાં આવ્યું છે. વિમાનસેવામાં થયેલા વિલંબ અંગે તપાસ કરવામાં આવી રહી છે”.

ન્યુઝ એજન્સી PTI જણાવ્યા અનુસાર, “એરલાઇન્સના સોફ્ટવેર થયેલી ખામીને કારણે ૨૩ જેટલી ફ્લાઇટ્સના પ્રસ્થાનના સમય પર અસર થઈ હતી અને એમાં ૧૫ થી ૩૦ મિનિટનો વિલંબ થયો હતો.