Mahisagar News/ દાહોદમાં બુથ કેપ્ચર કરનાર વિજય ભાભોરની ધરપકડ

ગુજરાતમાં મંગળવારે સાતમી તારીખે 25 લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાન થયું હતું. આ મતદાન શાંત અને નિર્વિઘ્ને પૂરુ થયું હતુ અને મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 05 08T175433.608 દાહોદમાં બુથ કેપ્ચર કરનાર વિજય ભાભોરની ધરપકડ

મહીસાગરઃ ગુજરાતમાં મંગળવારે સાતમી તારીખે 25 લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાન થયું હતું. આ મતદાન શાંત અને નિર્વિઘ્ને પૂરુ થયું હતુ અને મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

પણ હવે કંઇક જુદી જ વાત બહાર આવી રહી છે. મહીસાગરના બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો વાઇરલ થયો છે. મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો વાઇરલ થયો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ થયો છે.હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.બુથ કેપ્ચરીંગ કરનાર ભાજપ નેતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે.

આ વિડીયોના લીધે સંતરામપુર પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. સંતરામપુરના પ્રથમપુર ગામે આ બુથ કેપ્ચરિંગ થયું હતું. સંતરામપુર ખાતે બિહારવાડીના આ દ્રશ્યો છે. બૂથ કેપ્ચરિંગ કરતા યુવાનનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આમ સબ સલામતના દાવા પોકળ છે. ચૂંટણીપંચ સબ સલામત અને બધુ બરોબર છે તેવા દાવા કરી રહી છે તે બધુ પોકળ છે. આ વિડીયોને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

સંતરામપુરના રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરનો વિડીયો વાઇરલ થયો છે. તેણે ચૂંટણી અધિકારીને ધમકાવ્યાનો આરોપ છે. કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે આ અંગે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે. ગુજરાતમાં લાંબા સમયે આ પ્રકારની ઘટના નોંધાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કલેક્ટર નેહાકુમારીએ સમગ્ર કેસ હાથમાં સંભાળ્યો છે. પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી છે.

બૂથ કેપ્ચરિંગને લઈને કોંગ્રેસના નેતા મનીષ દોશીએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે તંત્રની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે પ્રથમપુર મતદાન મથકમાં બનેલી શરમજનક ઘટના તે લોકશાહીનું અપમાન છે. શું પોલીસ તંત્ર વિજય ભાભોર સામે લાચાર છે. આ પ્રકારની ઘટનાઓ બીજા સ્થળોએ પણ બની હોઈ શકે છે. ભાજપના નેતાઓ આ મુદ્દે ચૂપ કેમ છે.

આરોપી વિજય ભાભોર આ ઘટનામાં રીતસરનો ઇવીએમ સાથે રમતો નજરે પડ્યો હતો. તે કહેતો હતો અહીં એક જ ચાલે, બીજેપી જ ચાલે.  વિજય ભાભોર. હું છું વિજય ભાભોર તેમ કહેતો નજરે આવે છે. તે કહેતો હતો કે આ મશીન મારા બાપનું છે. આમ કહી તે રીતસરનો તેના હાથમાં ઇવીએમ રમાડી રહ્યો હતો. તેની સાથે તે અપશબ્દો પણ બોલી રહ્યો હતો. આ ઉપરાંત મતદાન કરવા આવેલા લોકોને ધક્કો મારી દૂર કરી જાતે ઇવીએમનું બટન દબાવી રહ્યો હતો.  મતદાન મથકમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં તે મોબાઇલ લઈ આવ્યો હતો. તેની આ પ્રવૃત્તિનો વિડીયો એક જાગૃત નાગરિકે ઉતારી લીધો હતો. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

આ અંગે બૂથમથકમા હાજર બૂથ એજન્ટ છનાભાઈ તાવિયાડે જણાવ્યું હતું કેઆ ઘટના બૂથ નંબર એકમાં બપોરના સમયે બની હતી. વિજય ભાભોર બૂથમાં 50 માણસો સાથે આવ્યો હતો. તેણે બૂથ કેપ્ચરિંગનો પ્રયત્ન કર્યો હતો. મેં અટકાવતા તેણે મને ધમકી આપી હતી. મને બહાર બોલાવી ગાડીમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. હું ડરી ગયો હતો અને પોલીસને જાણ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં કળિયુગી નિષ્ઠુર પુત્રના લીધે માબાપની આત્મહત્યા

આ પણ વાંચો:ઓછા મતદાનથી ભાજપમાં ચિંતા, અમિત શાહે કમલમમાં બેઠકોનો દોર ચલાવ્યો

આ પણ વાંચો:મતદાનના દિવસે રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી પડી

આ પણ વાંચો:અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન