Not Set/ જામનગર: કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી ઝડપી પાડી,આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી

જામનગર, જામનગર કસ્ટમ વિભાગ બાતમીના આધારે સોનાની દાણચોરી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમીના મળી હતી કે એક શખ્સ લાખોના સોના સાથે જામનગર આવી રહ્યો છે જેને લઈને પોલીસે વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની મોડસ ઓપરેન્ડી ની વાત કરી એ તો આરોપીઓ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સોનાને માટી સ્વરૂપમાં ફેરવી દેતા હતા અને […]

Top Stories Gujarat Others
mantavya 453 જામનગર: કસ્ટમ વિભાગે સોનાની દાણચોરી ઝડપી પાડી,આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી

જામનગર,

જામનગર કસ્ટમ વિભાગ બાતમીના આધારે સોનાની દાણચોરી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમીના મળી હતી કે એક શખ્સ લાખોના સોના સાથે જામનગર આવી રહ્યો છે જેને લઈને પોલીસે વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીની મોડસ ઓપરેન્ડી ની વાત કરી એ તો આરોપીઓ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સોનાને માટી સ્વરૂપમાં ફેરવી દેતા હતા અને તેના કારણે તે મેટલ ડિટેકટરમાં પકડાતા નહોતા.

દાણચોરો દ્વારા ભારતમાં સોનું ઘૂસડવા માટે અવનવા કીમિયાઓ હાથ ધારવામાં આવે છે જેમાં આ તદ્દન નવી જ પ્રકારની યુક્તિ છે જેમાં સોનાને રસાયણિક પ્રક્રિયા દ્વારા માટીમાં ભેળવી દેવામાં આવે છે અને તે સોનું મેટલ ડિટેક્ટર દ્વારા પણ ટ્રેક નથી થઈ શકતું,

આ શખ્સ ઝડપાઈ ગયા બાદ આ કીમિયાનો પણ ભાંડાફોળ થઈ ચૂક્યો છે. ભારતમાં આવ્યા બાદ આ શખ્સ જામનગર થી અજમેર પણ ગયો હતો અને ત્યાંથી પરત પોતાના વતન દ્વારકા જઈ રહ્યો હતો. આ સમયે કસ્ટમ વિભાગ દ્વારા તેને સોના સાથે ઝડપી પાડવામા આવ્યો હતો. આરોપી આ સોનુ કોના કહેવાથી અને કોના માટે લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે અને આ મામલે અન્ય કેટલાક લોકોની હજુ સંડોવણી ખુલી શકે છે.

આસી. કમિશનરે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું.  આ શખ્સને દુબઈ થી સોનું લઈ ભારત આવવા માટે ટિકિટ ના પૈસા તદુપરાંત 5000 રૂપિયા જેટલી રકમ આપવામાં આવી હતી આ શખ્સ માત્ર આ રેકેટ માં એક કેરિયર ની ભૂમિકા માં છે ત્યારે આ રેકેટ માં કોણ કોણ સંડોવાયેલ છે આ સોનું કોની પાસેથી લાવ્યો તેમજ કોને આપવાનું હતું ??? કેટલા સમયથી બહારથી આ પ્રકારનું સોનું ભારતમાં ઘૂસાડાઈ રાહયુ છે ?? તે સમગ્ર સવાલોના જવાબ મેડવવા માટે હાલ કસ્ટમ વિભાગ જહેમત ઉઠાવી રહી છે

ઉલ્લેખનિય છે કે, ઓરોપીને દુબઈથી સોનુ લાવવા ટીકિટના પૈસા ઉપરાંત 5 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર રેકેટના મુખ્ય સુત્રધારને શોધી કાઠવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેને લઈને પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.