Not Set/ ઘરે બેસીને દારૂ પીવો તે નાગરિકનો અધિકાર છે,સરકાર કોઇને દારૂ પીતો રોકી ના શકે, હાઇકોર્ટમાં થઇ પીટીશન

અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં પરવાનગી વગર કરવામાં આવતા દારૂના સેવનને લઈને બનાવવામાં આવતા કાયદાને પડકારતી એક પીટીશન ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, હજારો વર્ષોથી આલ્કોહોલએ માનવીય સમાજનો એક  ભાગ છે અને તેનું સેવન કરવું એક કુદરતી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુભાષ રેડી અને જસ્ટીસ વિપુલ પંચોલીની […]

Ahmedabad Top Stories Gujarat Trending
49301 gujarathighcourt pti 1 ઘરે બેસીને દારૂ પીવો તે નાગરિકનો અધિકાર છે,સરકાર કોઇને દારૂ પીતો રોકી ના શકે, હાઇકોર્ટમાં થઇ પીટીશન

અમદાવાદ,

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં પરવાનગી વગર કરવામાં આવતા દારૂના સેવનને લઈને બનાવવામાં આવતા કાયદાને પડકારતી એક પીટીશન ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, હજારો વર્ષોથી આલ્કોહોલએ માનવીય સમાજનો એક  ભાગ છે અને તેનું સેવન કરવું એક કુદરતી છે.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુભાષ રેડી અને જસ્ટીસ વિપુલ પંચોલીની બેન્ચે બેન્ચ દ્વારા આલ્કોહોલના સેવનને લઇ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ કેસની વધુ સુનવણી આગામી સપ્તાહ સુધી સ્થગિત કરાઈ છે.આ સાથે સાથે હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને પણ આ મુદ્દે પોતાનો જવાબ તૈયાર રાખવા માટે આદેશ આપ્યો છે.

Gujarat HC ઘરે બેસીને દારૂ પીવો તે નાગરિકનો અધિકાર છે,સરકાર કોઇને દારૂ પીતો રોકી ના શકે, હાઇકોર્ટમાં થઇ પીટીશન
gujarat-plea-gujarat-hc-liquor-ban-says-alcohol-part-human-society-law-violates-right-to-equality

અરજીકર્તા રાજીવ પી પટેલ, મિલિન્દ દામોદર નેને અને નિહારિકા એ જોષી દ્વારા કરવામાં આવેલી પીટીશનમાં જણાવવામાં આવ્યું છે કે દારૂની ખાનગી રીતે થતી હેરાફેરી માટે કે દારૂના સેવને રોકવા માટે કે પછી રાજ્યમાં પ્રવેશી રહેલા ઝેરી દારૂને રોકવાને લઈ સરકાર પાસે કોઈ કાયદેસરની ક્ષમતા નથી.

હાઇકોર્ટમાં કરાયેલી પીટીશનમાં જણાવ્યા મુજબ, બંધારણના આર્ટિકલ ૨૪૬ના સાતમાં શીડ્યુલના બીજા ભાગની એન્ટ્રી ૮ પ્રમાણે દારૂનું મેન્યુફેક્ચરિંગ કરવાની, તેનો કબ્જા રાખવાની કે તેને ટ્રાન્સપોર્ટ કરવાથી લઇને તેની ખરીદી કે વેચાણ કરવાની રાજ્ય સરકાર પાસે કાયદાકીય સત્તા છે.

liquor1 ઘરે બેસીને દારૂ પીવો તે નાગરિકનો અધિકાર છે,સરકાર કોઇને દારૂ પીતો રોકી ના શકે, હાઇકોર્ટમાં થઇ પીટીશન
gujarat-plea-gujarat-hc-liquor-ban-says-alcohol-part-human-society-law-violates-right-to-equality

આ ઉપરાંત હાઈકોર્ટમાં કરાયેલી પીટીશનમાં દલીલ કરાઈ છે કે,કાયદો હોવા છતાં દારૂના વપરાશ માટે કે બીજા રાજ્યોમાં હેરાફેરી માટે સરકાર તેને કાયદેસર કરી શકતી નથી.

અરજીકર્તાએ પોતાની પીટીશનમાં જણાવ્યું છે કે, “સરકારનો દારુને બનાવવામાં આવેલો નિયમ એ બંધારણના આર્ટિકલ ૧૪નું ઉલ્લંધન કરે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાંક વર્ગના લોકેને દારૂના સેવનને લઈ પરવાનગી આપવામાં આવે છે, એમાં દારૂની ખરીદી અને સેવન શામેલ છે.

ઘરે બેસીને દારૂ પીવો તે નાગરિકનો અધિકાર છે,સરકાર કોઇને દારૂ પીતો રોકી ના શકે, હાઇકોર્ટમાં થઇ પીટીશન
gujarat-plea-gujarat-hc-liquor-ban-says-alcohol-part-human-society-law-violates-right-to-equality

આ ઉપરાંત અરજીકર્તા દ્વારા  આર્મી કેન્ટીન, મેસ તેમજ કેટલાક ઇકોનોમિક ઝોનમાં જે પ્રમાણ દારૂની પરવાનગી આપવામાં આવી છે, તેને લઈને પણ સવાલો ઉભા ઉઠાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત પીટીશનરે વ્યક્તિને મળેલાં પ્રાઇવેસીના અધિકારનો હવાલો આપીને જણાવ્યું છે કે, નાગરિક જ્યાં સુધી સમાજ માટે ન્યુસન્સ ઉભું ના કરે ત્યાં સુધી તેણે  ક્યાં રહેવું, શું ખાવું કે શું પીવું તે તેનો મુળભુત અધિકાર છે અને સરકાર તેમાં દખલ ના દઇ શકે. જો તેઓ દારૂ તેમના પ્રાઇવેટ પ્લેસ પર બેસીને સભ્યતાથી પીતા હોય કે તેનું ટ્રાન્સપોર્ટેશન કરતાં હોય તો સરકારે તેમાં દખલ દેવાની જરૂર નથી., આ પ્રકારના કેટલાક નિયમો કે પ્રાવધાન ગોપનીયતા અધિકારનું ઉલ્લંધન કરે છે.

બંધારણના આર્ટિકલ ૨૧માં જીવન જીવવાના અધિકારના જણાવ્યા મુજબ, પોતાના સમાજ માટે ઉપદ્રવ નથી, ત્યાં સુધી નાગરિકો પોતે નક્કી કરી શકે છે, તેઓ ક્યાં પ્રકારે જીવન જીવવા માંગે છે. આ સાથે તેઓ દ્વારા દલીલ કરવામાં આવી છે કે, સરકાર નક્કી કરી શકતી નથી કે, કોઈ પણ વ્યક્તિ શું જમે છે અને શું ડ્રિંક કરે છે”.