Not Set/ મદ્રાસ : એઆઈએડીએમકેના 18 ધારાસસભ્યો અયોગ્ય, સરકાર સુરક્ષિત

મદ્રાસ હાઇકોર્ટે એઆઈએડીએમકેના 18 અયોગ્ય ધારાસસભ્યો માટે મોટો ફેંસલો સંભળાવ્યો છે. હાઇકોર્ટે સ્પીકરના ફેંસલા પર મહોર લગાવતા 18 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે. આ 18 ધારાસભ્યો શશિકલાના ભત્રીજા દિનાકરણ ગ્રુપના છે. હાઇકોર્ટના ફેંસલા બાદ મુખ્યમંત્રી પલનીસામીની સરકાર પરથી લઘુમતીમાં આવવાનો ખતરો ટળી ગયો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સ્પીકરે આ બધા ધારાસભ્યોને પાર્ટી બદલવાના કાયદા હેઠળ આયોગ્ય […]

Top Stories India
madras hc 1533715489 મદ્રાસ : એઆઈએડીએમકેના 18 ધારાસસભ્યો અયોગ્ય, સરકાર સુરક્ષિત

મદ્રાસ હાઇકોર્ટે એઆઈએડીએમકેના 18 અયોગ્ય ધારાસસભ્યો માટે મોટો ફેંસલો સંભળાવ્યો છે. હાઇકોર્ટે સ્પીકરના ફેંસલા પર મહોર લગાવતા 18 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે. આ 18 ધારાસભ્યો શશિકલાના ભત્રીજા દિનાકરણ ગ્રુપના છે. હાઇકોર્ટના ફેંસલા બાદ મુખ્યમંત્રી પલનીસામીની સરકાર પરથી લઘુમતીમાં આવવાનો ખતરો ટળી ગયો છે.

dhinakaran 0 e1540453038723 મદ્રાસ : એઆઈએડીએમકેના 18 ધારાસસભ્યો અયોગ્ય, સરકાર સુરક્ષિત

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સ્પીકરે આ બધા ધારાસભ્યોને પાર્ટી બદલવાના કાયદા હેઠળ આયોગ્ય ઠેરવ્યા હતા. સ્પીકરના આ ફેંસલાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે જસ્ટિસ સત્યનારાયણને આના પર ફેંસલો સંભળાવવા માટે નિયુક્ત કર્યા હતા.

edapadi palanasami455 12 1491991915 750x506 e1540453063703 મદ્રાસ : એઆઈએડીએમકેના 18 ધારાસસભ્યો અયોગ્ય, સરકાર સુરક્ષિત

 

હાઇકોર્ટના ફેંસલા બાદ ટીટીવી દિનાકરણએ કહ્યું કે, આ અમારા માટે ઝટકો નથી. પરંતુ એક અનુભવ છે. અમે પરિસ્થિતિનો સામનો કરીશું. ભવિષ્યમાં શું પગલાં લેવામાં એનો ફેંસલો ધારાસભ્યો સાથેની બેઠક બાદ કરવામાં આવશે.