દુર્ઘટના/ બિહારમાં મોટી દુર્ઘટના,પૂજા પંડાલમાં નાસભાગ થતા 3 લોકોના મોત,14 લોકો ઇજાગ્રસ્ત

બિહારના ગોપાલગંજ જિલ્લામાં સોમવારે રાત્રે પૂજા પંડાલમાં નાસભાગમાં બે વૃદ્ધ મહિલાઓ અને પાંચ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. 14 લોકો ઘાયલ પણ થયા છે

Top Stories India
8 18 બિહારમાં મોટી દુર્ઘટના,પૂજા પંડાલમાં નાસભાગ થતા 3 લોકોના મોત,14 લોકો ઇજાગ્રસ્ત

બિહારના ગોપાલગંજ જિલ્લામાં સોમવારે રાત્રે પૂજા પંડાલમાં નાસભાગમાં બે વૃદ્ધ મહિલાઓ અને પાંચ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા. 14 લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુગર મિલ રોડ પર સ્થિત રાજા દળ પાસે પૂજા પંડાલમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ એકઠી થઈ હતી, ત્યારબાદ ભાગદોડ મચી ગઈ હતી. આ અંગે એસપી સ્વર્ણ પ્રભાતે જણાવ્યું કે, રાજા દળ પૂજા પંડાલના ગેટથી થોડે દૂર એક બાળક ભીડમાં કચડાઇ ગયું હતું. બાળકને બચાવવા માટે બે વૃદ્ધ મહિલાઓ ભીડમાં કચડાઇ ગઈ હતી. બંને મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું. સ્થળ પર હાજર મેજિસ્ટ્રેટ અને પોલીસ દળે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.