Women's Reservation Bill/ પ્રિયંકા ચતુર્વેદીએ મહિલા આરક્ષણ બિલને લઈ અમિત શાહ પર નિશાન સાધ્યું

મહિલા અનામત બિલ લોકસભામાં પ્રચંડ બહુમતી સાથે પસાર થઈ ગયું છે.તેના સમર્થનમાં 454 અને તેની વિરુદ્ધમાં માત્ર 2 મત પડ્યા હતા.

Top Stories India
Mantavyanews 42 1 પ્રિયંકા ચતુર્વેદીએ મહિલા આરક્ષણ બિલને લઈ અમિત શાહ પર નિશાન સાધ્યું

મહિલા અનામત બિલ લોકસભામાં પ્રચંડ બહુમતી સાથે પસાર થઈ ગયું છે. તેના સમર્થનમાં 454 અને તેની વિરુદ્ધમાં માત્ર 2 મત પડ્યા હતા. લોકસભામાં બિલ પસાર થયા બાદ ANI સાથે વાત કરતા ચતુર્વેદીએ કહ્યું, અમિત શાહનું  નિવેદન દંભ સિવાય બીજું કંઈ નથી, કારણ કે ભાજપે નવ વર્ષ પહેલાં તેના 2014ના ઢંઢેરામાં મહિલાઓ માટે ચૂંટણી પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આપને જણાવી દઈએ મહિલા અનામત વિધેયક પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે.ત્યારે  શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ મહિલા અનામત બિલને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ચતુર્વેદીએ બિલ લાવવાના સમય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપે તેના 2014ના ઢંઢેરામાં મહિલા અનામત બિલ લાવવાનું વચન આપ્યું હતું. આ વાયદો પૂરો કરવામાં ભાજપને 9 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે.

प्रियंका चतुर्वेदी अपनी ही पार्टी कांग्रेस से हुईं ख़फ़ा - BBC News हिंदी

મહિલા આરક્ષણ બિલના મુસદ્દાને વહેલામાં વહેલી તકે લાગુ કરવાની વિપક્ષની માંગ વચ્ચે સીમાંકન સમિતિની રચના પાછળના તર્કને સમજાવતી અમિત શાહની ટિપ્પણી પર ઝાટકણી કાઢતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આ દંભ સિવાય બીજું કંઈ નથી, કારણ કે બીજેપીનું બિલનું વચન 2014નો ઢંઢેરો લાંબા સમયથી અવઢવમાં હતો. સંસદમાં પ્રથમ કાયદાકીય અવરોધને દૂર કરવામાં આ બિલને નવ વર્ષ લાગ્યાં.”

મહિલા અનામત કાયદો માત્ર લોકસભા ચૂંટણી માટે લાવવામાં આવ્યો છે. BJP સૌથી મોટી પાર્ટી હોવા છતાં 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં અને વિપક્ષના ઘણા લોકોએ બિલ માટે અવાજ ઉઠાવ્યો હાતો જેના માટે તેમણે 9 વર્ષ જેટલો સમય લાગ્યો .કલમ કે કાયદાનો અમલ વસ્તી ગણતરીને આધીન છે અને સીમાંકન પણ દંભી હતું. વસ્તી ગણતરી 2021 થી વિલંબિત થઈ રહી છે.”

આ પહેલા બુધવારે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પછી વસ્તી ગણતરી અને સીમાંકન કરવામાં આવશે અને તે પછી મહિલા અનામત કાયદો લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો :India US Relations/પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે અમેરિકન રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું!

આ પણ વાંચો :નિવેદન/તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને કહ્યું નવી સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આ કારણથી આમંત્રણ ન આપ્યું

આ પણ વાંચો :અયોધ્યા/રામલલ્લા જાન્યુઆરીની આ તારીખે થશે ગર્ભગૃહમાં બિરાજમાન, ભવ્ય કાર્યક્રમમાં હજારો સંતો થશે સામેલ