Cricket/ રોહિત શર્માની સિક્સરથી નાની બાળકી ઘાયલ,વીડિયો વાયરલ

ભારતે પ્રથમ મેચ 10 વિકેટે જીતી હતી. રોહિત શર્મા અને શિખર ધવને જબરદસ્ત ભાગીદારી કરી હતી. રોહિત શર્મા શરૂઆતથી જ આક્રમક દેખાતો હતો

Top Stories Sports
4 17 રોહિત શર્માની સિક્સરથી નાની બાળકી ઘાયલ,વીડિયો વાયરલ

ભારતે પ્રથમ મેચ 10 વિકેટે જીતી હતી. રોહિત શર્મા અને શિખર ધવને જબરદસ્ત ભાગીદારી કરી હતી. રોહિત શર્મા શરૂઆતથી જ આક્રમક દેખાતો હતો. ભારતીય કેપ્ટન રોહિતે 58 બોલમાં અણનમ 76 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. રોહિતનો એક છગ્ગો નાના ચાહક માટે આફત બની ગયો.  5મી ઓવરમાં રોહિતે ડેવિડ વિલીના ત્રીજા બોલ પર જોરદાર શોટ ફટકાર્યો હતો. બોલ સીધો દર્શકોની વચ્ચેના સ્ટેન્ડમાં પડ્યો હતો. બોલ નાની છોકરીને વાગ્યો. બોલ વાગતાની સાથે જ છોકરી જોર જોરથી રડવા લાગી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક વ્યક્તિ એક નાનકડા ફેનને ખોળામાં લઈને ચૂપ કરતો જોવા મળે છે. આ ઘટનાને કારણે થોડો સમય મેચ રોકી દેવામાં આવી હતી. રોહિત સહિત મેદાન પર હાજર તમામ ખેલાડીઓનું ધ્યાન પણ છોકરી તરફ હતું. સ્ટેડિયમમાં હાજર દરેક વ્યક્તિ બાળકીને લઈને ચિંતિત હતા. ઉતાવળમાં ઇંગ્લિશ ટીમના ફિઝિયો અને ડોકટરો પણ યુવતીની તપાસ કરવા દોડી ગયા હતા.