U19 World Cup/ પાકિસ્તાની કેપ્ટને રચ્યો ઈતિહાસ, જે દિગ્ગજ ખેલાડીઓ ન કરી શક્યા તે કરી બતાવ્યું

ICC અંડર-19 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનાં કેપ્ટન કાસિમ અકરમે એવું કરી બતાવ્યું જે યુવા વન ડે ઈન્ટરનેશનલનાં ઈતિહાસમાં કોઈ ખેલાડી કરી શક્યો નથી. કાસિમ યુથ વન ડે ઈન્ટરનેશનલમાં એક જ મેચમાં સદી ફટકારનાર અને પાંચ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.

Sports
1 2022 02 04T064344.969 પાકિસ્તાની કેપ્ટને રચ્યો ઈતિહાસ, જે દિગ્ગજ ખેલાડીઓ ન કરી શક્યા તે કરી બતાવ્યું

ICC અંડર-19 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનાં કેપ્ટન કાસિમ અકરમે એવું કરી બતાવ્યું જે યુવા વન ડે ઈન્ટરનેશનલનાં ઈતિહાસમાં કોઈ ખેલાડી કરી શક્યો નથી. કાસિમ યુથ વન ડે ઈન્ટરનેશનલમાં એક જ મેચમાં સદી ફટકારનાર અને પાંચ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.

આ પણ વાંચો – sports news / નીરજ ચોપરાને મળશે સૌથી મોટું સ્પોર્ટ્સ સન્માન,લોરેયસ એવોર્ડ્સ માટે નામાંકિત કરાયા

શ્રીલંકા સામે 5માં સ્થાનની પ્લેઓફ મેચમાં, કાસિમે પહેલા 80 બોલમાં અણનમ 135 રન ફટકાર્યા અને પછી બોલિંગ દરમિયાન 37 રન આપીને પાંચ વિકેટ લીધી. આ મેચમાં કાસિમે એકલાએ જેટલા રન બનાવ્યા હતા તેટલા રન શ્રીલંકાની ટીમ એકસાથે કરી શકી નથી. પાકિસ્તાને આ મેચ 238 રનનાં વિશાળ અંતરથી જીતી લીધી હતી. મોહમ્મદ શહઝાદ અને હસીબુલ્લા ખાને મળીને પાકિસ્તાનને શાનદાર શરૂઆત અપાવી અને બંનેએ 134 રનની ભાગીદારી નોંધાવી, હસીબુલ્લાહનાં આઉટ થયા બાદ કાસિમ ક્રીઝ પર આવ્યો અને પછી ફેવિકોલની જેમ ક્રિઝ પર અટકી ગયો. કાસિમે 80 બોલમાં 13 ચોક્કા અને 2 છક્કાની મદદથી અણનમ 135 રન બનાવ્યા હતા. કાસિમે કેટલાક એવા શોટ્સ રમ્યા, જેને જોઈને બધા દંગ રહી ગયા. હસીબુલ્લાહની વાત કરીએ તો તેણે 136 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો – Ranji Trophy 2022 / અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા પાસે ટીમ ઈન્ડિયામાં વાપસીની તક, અહીં કરવું પડશે સારું પ્રદર્શન

આ રીતે પાકિસ્તાને 50 ઓવરમાં ત્રણ વિકેટે 365 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 127 રનમાં સમેટાઈ ગઈ હતી. કાસિમે શ્રીલંકાની ઇનિંગનાં પહેલા જ બોલ પર ચામિંડુ વિક્રમસિંઘેને પેવેલિયન પરત મોકલ્યો હતો. કાસિમે 10 ઓવરમાં 37 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. વિક્રમસિંઘે ઉપરાંત તેણે પવન પતિરાજા, શેવોન ડેનિયલ, સદિશા રાજપક્ષે અને રૂનુદા સોમરત્નેને આઉટ કર્યા હતા. શ્રીલંકાનાં ટોપ-5 બેટ્સમેનો કાસિમનો શિકાર બન્યા હતા.