PSL 2022/ પાકિસ્તાનનાં ખેલાડીઓ કેચ છોડવામાં આગળ, જોઇ લો આ વીડિયો

લાહોર કલંદરે અડધો ડઝન કેચ છોડવા છતાં પાકિસ્તાન સુપર લીગની મેચમાં પેશાવર ઝાલ્મીને 29 રનથી હરાવ્યું છે. દરમિયાન, પેશાવર ઝાલ્મીની ઇનિંગ દરમિયાન કેચ પકડવાને લઈને લાહોર કલંદરનાં ફિલ્ડર ફખર જમાન અને મોહમ્મદ હફીઝ વચ્ચે થયેલી ગેરસમજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Sports
1 2022 02 04T065527.254 પાકિસ્તાનનાં ખેલાડીઓ કેચ છોડવામાં આગળ, જોઇ લો આ વીડિયો

લાહોર કલંદરે અડધો ડઝન કેચ છોડવા છતાં પાકિસ્તાન સુપર લીગની મેચમાં પેશાવર ઝાલ્મીને 29 રનથી હરાવ્યું છે. દરમિયાન, પેશાવર ઝાલ્મીની ઇનિંગ દરમિયાન કેચ પકડવાને લઈને લાહોર કલંદરનાં ફિલ્ડર ફખર જમાન અને મોહમ્મદ હફીઝ વચ્ચે થયેલી ગેરસમજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો – sports news / નીરજ ચોપરાને મળશે સૌથી મોટું સ્પોર્ટ્સ સન્માન,લોરેયસ એવોર્ડ્સ માટે નામાંકિત કરાયા

આ કેચનો વીડિયો પાકિસ્તાન સુપર લીગનાં સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પણ શેર કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, પેશાવર ઝાલ્મીની ઇનિંગની 11મી ઓવર દરમિયાન હૈદર અલીએ કામરાનની બોલ પર લાંબો શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ બેટની કિનારી લઈને બેકવર્ડ પોઈન્ટ તરફ ગયો, જ્યાં મોહમ્મદ હાફીઝ અને ફખર ઝમાન કેચ પકડવાના પ્રયાસમાં અથડાયા. બંને વચ્ચે ગેરસમજણ હોવાના કારણે ટક્કર થઈ અને ફખરે હૈદર અલીનો કેચ ડ્રોપ કર્યો. હાફિઝ આ ખરાબ ફિલ્ડિંગથી ખુશ નહોતો અને ડ્રેસિંગ રૂમમાં ગયો હતો અને મેનેજમેન્ટ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. જોકે, થોડી ઓવરો બાદ ફખરે જ હૈદરને રન આઉટ કરીને પેવેલિયન મોકલી દીધો હતો. મેચ સમાપ્ત થયા પછી, ફખર ઝમાને તેના ટ્વિટર એકાઉન્ટ પરથી કેચ છૂટી જવાની તસવીર શેર કરી. ફખરે તેનું નવું પ્રોફાઈલ પિક્ચર બનાવ્યું છે. નબળી ફિલ્ડિંગ છતાં, લાહોરે પેશાવરને નવ વિકેટે 170 રન પર રોકી દીધું. આ પહેલા ફખર ઝમાન (66) અને મોહમ્મદ હફીઝ (37)એ લાહોરને ચાર વિકેટે 199 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર ડેવિડ વેઈસ સિઝનની તેની પ્રથમ હેટ્રિકની નજીક આવ્યો હતો જ્યારે પેશાવરના છેલ્લા બેટ્સમેન સલમાન ઈર્શાદને લેગ બિફોર ઠરાવવામાં આવ્યો હતો પરંતુ બેટ્સમેને રિવ્યુ લીધો હતો અને તે સફળ થયુ હતું. કેપ્ટન શાહીન શાહ આફ્રિદીએ 19 રનમાં બે વિકેટ લીધી હતી. તેણે ત્રીજા બોલ પર અફઘાનિસ્તાનનાં હઝરતુલ્લા ઝાઝાઈને બોલ્ડ કર્યો હતો. કામરાન અકમલે 41 રન બનાવ્યા હતા જ્યારે હુસૈન તલત (15) ત્રણ જીવનદાન મળ્યા તેનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. યુવા ફાસ્ટ બોલર જમાન ખાને 32 રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને બંને બેટ્સમેનોને એક પછી એક બોલમાં આઉટ કર્યા હતા.

આ પણ વાંચો – Ranji Trophy 2022 / અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા પાસે ટીમ ઈન્ડિયામાં વાપસીની તક, અહીં કરવું પડશે સારું પ્રદર્શન

લાહોરનાં અનુભવી સ્પિનર ​​અફઘાનિસ્તાનનાં રાશિદ ખાને 12મી ઓવરમાં શોએબ મલિક (7)ને આઉટ કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તે કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ આ સિઝનની પ્રથમ મેચ રમી રહ્યો છે. પેશાવર તરફથી હૈદર અલીએ 49 રન બનાવ્યા હતા. લાહોરનાં હવે ત્રણ મેચમાં ચાર પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. ચારેય મેચ જીતીને મુલ્તાન સુલ્તાન ટોપ પર છે.