Not Set/ Asian Games 2018 : પહેલવાન દિવ્યાના બ્રોન્ઝ મેડલ સાથે ભારતના ખાતામાં આવ્યા ૧૦ મેડલ

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ એશિયન ગેમ્સમાં મંગળવારે ભારતના ખાતામાં વધુ ૩ મેડલ આવ્યા છે. ભારતના ૧૬ વર્ષના શૂટર સૌરભ ચૌધરીએ ૧૦ મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં પ્રદાર્પણ કરવાની સાથે ગોલ્ડ મેડલ તેમજ શૂટર સંજીવ રાજપૂતે ૫૦ મીટર રાઈફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. India's Sanjeev Rajput won Silver medal in Men's 50 m air rifle (3 positions) event […]

Trending Sports
ashian games 2018 Asian Games 2018 : પહેલવાન દિવ્યાના બ્રોન્ઝ મેડલ સાથે ભારતના ખાતામાં આવ્યા ૧૦ મેડલ

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ એશિયન ગેમ્સમાં મંગળવારે ભારતના ખાતામાં વધુ ૩ મેડલ આવ્યા છે. ભારતના ૧૬ વર્ષના શૂટર સૌરભ ચૌધરીએ ૧૦ મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં પ્રદાર્પણ કરવાની સાથે ગોલ્ડ મેડલ તેમજ શૂટર સંજીવ રાજપૂતે ૫૦ મીટર રાઈફલ સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

એર પિસ્ટોલ શુટીંગ સ્પર્ધામાં સૌરભે એશિયન ગેમ્સનો રેકોર્ડ તોડતાં કુલ ૨૪૦.૭ પોઈન્ટ મેળવી ગોલ્ડ જીત્યો હતો, જયારે સંજીવે ૪૫૨.૭ પોઈન્ટ સાથે બીજું સ્થાન હાંસલ કરતા સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું હતું.

ભારતીય ટીમે સેપક ટાકરામાં બ્રોન્ઝ મેડલ આ મેડલ સાથે જ ભારતે એશિયન ગેમ્સમાં પોતાનો પ્રથમ મેડલ હાંસલ કર્યો છે. આ ઉપરાંત પહેલવાન દિવ્યા કાકરાને કુસ્તીની ૬૮ kg કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

આ સાથે જ ભારતે અત્યારસુધીમાં આ સ્પર્ધામાં કુલ ૯ મેડલ પોતાના નામે કર્યા છે અને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. ભારતને ૯ મેડલમાં ૩ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા છે.

આ પહેલા એશિયન ગેમ્સમાં શુટીંગ સ્પર્ધામાં ભારતનો દબદબો ચાલુ રહ્યો હતો.શુટર અભિષેક વર્માએ પણ 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે. અભિષેકે ફાઈનલમાં ટોપ-૩માં જગ્યા બનાવી અને અંતમાં કુલ 219.3 પોઈન્ટની સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.