દેશના પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયી ની યાદમાં સોમવારે રાજધાની દિલ્હીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના આમંત્રણ પર આ સભામાં બધા રાજનીતિક દળોના નેતાઓ પહોંચ્યા હતા અને એમણે શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ જયારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એમનાથી એક ભૂલ થઇ ગઈ હતી.
હકીકતમાં અમિત શાહ જયારે અટલ બિહારી વાજપેયી વિશે બોલી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે અટલજીએ ક્યારે પણ પાર્ટી પહેલા દેશને માન્યો નહતો. અને એ જ વિચારધારા લઈને ભાજપના દરેક કાર્યકર્તા આગળ વધશે. આટલું જ નહિ અમિત શાહ જયારે બોલવા આવ્યા ત્યારે આખા હોલમાં અંધારું છવાઈ ગયું હતું. જણાવી દઈએ કે પ્રાર્થના સભામાં બધા રાજનીતિક દળોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સભાને સંબોધિત કરતા શાહએ કહ્યું કે અટલજી બહુમુખી પ્રતિભાના ધણી હતા. અટલજી એક અજાતશત્રુ રાજનેતાની સાથે એક સંવેદનશીલ કવિ, સ્વભાવગત પત્રકાર અને એક પ્રખર વક્તા હતા.
એમણે કહ્યું કે અટલજી જવાથી દેશના સામાજિક જીવનમાં જે ખાલીપણું થયું છે એને ભરવું આપણા માટે સંભવ નથી. કટોકટી વિરુદ્ધ લડાઈ લડીને અને એના પર વિજય મેળવનારા પ્રખર યોદ્ધાઓમાંના એક અટલજી હતા. ભાજપના દરેક કાર્યકર્તા એ જ વિચારધારા પર ચાલશે, જે વિચારધારા પર અટલજી આખી જિંદગી ચાલ્યા.
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે પણ આ પ્રાર્થના સભામાં અટલ બિહારી વાજપેયી ને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન એમણે કહ્યું કે વાજપેયી એવા નેતા હતા જેમનું ભાષણ સાંભળવા માટે વિપક્ષના નેતાઓ પણ તૈયાર રહેતા હતા. ગુલામે કહ્યું કે આપના બોલ એટલા મીઠા છે કે આપ દુશ્મનને ગાળ આપશો તો પણ સારું લાગશે. આઝાદે કહ્યું કે અટલ બિહારી વાજપેયી મૃત્યુ બાદ પણ બધી પાર્ટીઓને એક કરી ગયા.