Not Set/ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં દેશની આ પાર્ટીઓ હશે કિંગમેકરની ભૂમિકામાં : સર્વે

નવી દિલ્હી, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી યોજવાને હજી ઘણા દિવસનો સમય છે, પરંતુ રાજકીય પાર્ટીઓ દ્વારા આ ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવામાં આવી છે, ત્યારે આ પહેલા એક સર્વે પણ સામે આવ્યો છે. ઇન્ડિયા ટુડે – કાર્વીના મૂડ ઓફ ધ નેશનના ભાગરૂપે એક સર્વે કરવામાં આવ્ય છે. MOTN, જુલાઈ ૨૦૧૮ના આ સર્વે મુજબ લોકસભા […]

Top Stories India Trending
૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં દેશની આ પાર્ટીઓ હશે કિંગમેકરની ભૂમિકામાં : સર્વે

નવી દિલ્હી,

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી યોજવાને હજી ઘણા દિવસનો સમય છે, પરંતુ રાજકીય પાર્ટીઓ દ્વારા આ ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવામાં આવી છે, ત્યારે આ પહેલા એક સર્વે પણ સામે આવ્યો છે.

ઇન્ડિયા ટુડે – કાર્વીના મૂડ ઓફ ધ નેશનના ભાગરૂપે એક સર્વે કરવામાં આવ્ય છે. MOTN, જુલાઈ ૨૦૧૮ના આ સર્વે મુજબ લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને પોતાના દમ પર બહુમતી મળતી જોવા મળતી નથી. આ ઉપરાંત સર્વેમાં દેશની અન્ય રાજકીય પાર્ટીઓ પણ સામે આવી છે, જે કિંગમેકરની ભૂમિકા અપનાવી શકે છે.

thequint2F2018 082Fc99c8c62 01a8 4b21 ac6d a1e663204e5f2FModi Rahul HC ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં દેશની આ પાર્ટીઓ હશે કિંગમેકરની ભૂમિકામાં : સર્વે

ઇન્ડિયા ટુડે – કાર્વીના મૂડ ઓફ ધ નેશનના સર્વે અનુસાર, દેશની કુલ ૫૪૩ લોકસભા બેઠકોમાં ભાજપ ૨૪૫ સીટ મળી રહી છે. જો કે ૨૦૧૪માં ભાજપને ૨૮૨ સીટો મળી હતી. આ જોતા ગત ચૂંટણીની તુલનામાં વર્તમાન સત્તાધારી પાર્ટીને ૩૭ સીટો ઓછી મળી રહી છે.

સર્વે મુજબ, કોંગ્રેસને ૮૩ સીટો મળવાનું અનુમાન છે, જયારે ૨૦૧૪માં કોંગ્રેસને ૪૪ સીટો મળે છે. એટલે કે ગત ચૂંટણી કરતા કોંગ્રેસને ૩૯ બેઠકો વધુ મળવાનું અનુમાન છે. જો કે કોંગ્રેસ બહુમતીના જાદુઈ આંકડાથી ઘણી દૂર જોવા મળી રહી છે.

જયારે NDA ગઠબંધનને ૨૮૧ સીટ અને UPAના ખાતામાં ૧૨૨ બેઠકો આવતી જોવા મળી રહી છે. બીજી બાજુ અન્ય રાજકીય પાર્ટીઓના ખાતામાં ૧૪૦ સીટ આવી રહી છે.

1502260575 modi indiatimes ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં દેશની આ પાર્ટીઓ હશે કિંગમેકરની ભૂમિકામાં : સર્વે

પરંતુ જો, સપા, બસપા, TMC, TDP અને પીડીપી જેવી પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડવામાં આવે છે તો પરિણામ ચોકાવનારા આવી રહ્યા છે. આ અરસામાં NDAને ૨૫૫ બેઠક અને UPAને ૨૪૨ બેઠકો મળી રહી છે. જયારે અન્યને ૪૬ સીટો મળી રહી છે.

સર્વે મુજબ કોઈ પણ પાર્ટીને બહુમતી ન મળતા દેશની અન્ય ક્ષેત્રિય પાર્ટીઓની ભૂમિકા ખુબ મહત્વની માનવામાં આવે છે. BJD, ટીઆરએસ અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીઓ છે, જેઓ કયા ગઠબંધન સાથે આવી શકે છે તે નક્કી નથી. ત્યારે સત્તાના સિહાસન પર બિરાજમાન થવા માટે આ પાર્ટીઓ કિંગમેકરની ભૂમિકામાં જોવા મળશે.

મહત્વનું છે કે, ઇન્ડિયા ટુડે – કાર્વી દ્વારા મૂડ ઓફ ધ નેશનનો સર્વે ૧૮ જુલાઈથી લઇ ૨૯ જુલાઈ, ૨૦૧૮ સુધી કએરવામાં આવ્યો છે. જેમાં દેશની ૯૭ સંસદીય અને ૧૯૭ વિધાનસભા ક્ષેત્રોના ૧૨,૧૦૦ લોકોના ઓપિનિયન લેવામાં આવ્યા છે.