Smruti Irani/ સ્મૃતિ ઈરાનીને મળવા ગયેલો કોંગ્રેસી ભાજપાઈ બનીને પાછો ફર્યો

કોંગ્રેસી વિકાસ અગ્રહરિએ કહ્યું તે ભાજપમાં જોડાયો જ નથી

Top Stories India
Beginners guide to 2024 04 19T201322.356 સ્મૃતિ ઈરાનીને મળવા ગયેલો કોંગ્રેસી ભાજપાઈ બનીને પાછો ફર્યો

New Delhi News : અમેઠીના વિકાસ અગ્રહરિને હાલમાં જ કોંગ્રેસનો યુપી સ્ટેટ કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યો છે. પોતે બીજેપીમાં જોડાયો હોવાના સમાચાર ફેલાતા તેણે કહ્યું કે મને ખબર ન હતી કે એક ખેસ પહેરાવીને એવું જણાવી દેવામાં આવશે કે તમે બીજીપીમાં સામેલ થઈ ગયા છો. એક વિડીયોના માધ્યમથી વિકાસ અગ્રહરિએ તે બીજેપીમાં સામેલ થયો હોવાની વાતનું ખંડન કર્યું હતું.

સમાચાર છે કે એક કોંગ્રેસીને ભગવો ખેસ પહેરાવીને જાણ કર્યા વિના બીજેપીમાં સામેલ કરાવી દીધો. આ મામલો ઉત્તરપ્રદેશના અમેઠીનો છે. 18 એપ્રિલના રોજ એક માહિતી બહાર આવી કે યુપીના પ્રદેશકો-ઓર્ડિનેટર વિકાસ અગ્રહરિએ બીજેપીનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. પરંતુ વિકાસ અગ્રહરિ કહે છે કે તે બીજેપીમાં જોડાયો જ નથી. તેનું કહેવું છે કે તે ફક્ત અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીને મળવા ગયો હતો. વધુમાં તેણે કહ્યું કે તે કોંગ્રેસમાં હતો, કોંગ્રેસમાં છે અને કોંગ્રેસમાં રહેશે. શું છે આ સમગ્ર મામલો જોઈએ.

વિકાસ અગ્રહરિનો ફોટો સામે આવ્યો છે. જેમાં તે ભગવો ખેસ નાંખીને અમેઠીના બીજેપી જીલ્લાધ્યક્ષ રામ પ્રસાદ મિશ્રા સાથે હાથ મિલાવતો નજરે ચડે છે. તસવીરમાં સ્મૃતિ ઈરાની પણ છે. નેયુઝ એજન્સી એએનઆઈએ આ મુલાકાતનો વિડીયો પણ સામેલ કર્યો છે.

જ્યારે આ સમાચાર મિડીયામાં ચાલવા લાગ્યા તો વિકાસ અગ્રહરિએ તેનું ખંડન કર્યું હતું. તેણે કહ્યું કે તે કોંગ્રેસમાં જ છે. તેણે કહેયું કે મિડીયામાં જે ચાલી રહ્યું છે તેનું હું ખંડન કરૂ છું. હું સ્મૃતિ ઈરાની પાસે બીજેપીમાં જોડાવા નહોતો ગયો. હું મારા અંગત કામથી સાંસદ પાસે ગયો હતો અને ત્યાં મને એ ખબર ન હતી કે મને એક ખેસ પહેરાવીને એવું જણાવી દેવામાં આવશે કે તમે બીજેપીમાં સામેલ થઈ ગયા છો.

વિકાસ અગ્રહરિએ કહ્યું કે તેને પોતાને સમાચાર દ્વારા ખબર પડી કે તે બીજેપીમાં સામેલ થઈ ગયો છે. તેનું કહેવું છે કે જ્યારે તે સ્મૃતિ ઈરાનીને મળવા ગયો હતો ત્યારે ત્યાં તેનું ફક્ત ઔપતારિક સ્વાગત થયું હતું. ત્યાં ભગવો ખેસ પહેરવા પર તેણે સ્પષ્ટતા કરી હતી કે જે ખેસ તેને પહેરાવવામાં આવ્યો હતો તે ભાજપનો કેસ ન હતો. તે એક સામાન્ય ખેસ હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ મેદાનમાં 

આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ