Not Set/ 6 દિવસ બાદ ઉન્નાવ રેપ પીડીતની હાલત ગંભીર, વેન્ટીલેટર પર ચાલી રહ્યાં છે શ્વાસ

નવીદિલ્હી, રોડ અકસ્માત ઉન્નાવ રેપ પીડિતાની હાલત ગગંભીર બની ગઈ છે. અકસ્માતના 6 દિવસ બાદ પણ પીડિતા વૅન્ટીલૅટર્સનાં સહારે જીવી રહ્યા છે અને તેની હાલતમાં કોઈ સુધારો જોવા માટે મળી રહ્યો નથી. તેમના વકીલ મહેન્દ્રસિંહની હાલતમાં સુધારો જાવા માટે મળી રહ્યો છે. કેજીએમસીના પ્રવક્તા ડો.સંદીપ તિવારીએ ગુરુવારના રોજ પીડિતાની હાલત ગંભીર બની રહી છે. ડોક્ટરોની […]

Top Stories India
arar 6 6 દિવસ બાદ ઉન્નાવ રેપ પીડીતની હાલત ગંભીર, વેન્ટીલેટર પર ચાલી રહ્યાં છે શ્વાસ

નવીદિલ્હી,

રોડ અકસ્માત ઉન્નાવ રેપ પીડિતાની હાલત ગગંભીર બની ગઈ છે. અકસ્માતના 6 દિવસ બાદ પણ પીડિતા વૅન્ટીલૅટર્સનાં સહારે જીવી રહ્યા છે અને તેની હાલતમાં કોઈ સુધારો જોવા માટે મળી રહ્યો નથી. તેમના વકીલ મહેન્દ્રસિંહની હાલતમાં સુધારો જાવા માટે મળી રહ્યો છે. કેજીએમસીના પ્રવક્તા ડો.સંદીપ તિવારીએ ગુરુવારના રોજ પીડિતાની હાલત ગંભીર બની રહી છે.

ડોક્ટરોની હાજરીમાં તેમની દેખરેખ ચાલી રહી છે. અકસ્માતમાં જે રીતે પીડિતાની હાલત થઇ હતી તે પ્રમાણે તેમની સ્થિતિમાં કોઈ ફેરફાર જાવા માટે મળ્યો ન હતો. તેમણે પીડિતાના વકીલના સ્વાસ્થ્યમાં સુધારો જાવા માટે મળી રહ્યો છે. 10 કલાક ઓક્સિજનના સહારે રહ્યા બાદ તેમણે ઘણા કલાક સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

પીડિતાનો સીટી સ્કેનનો રિપોર્ટ સામાન્ય આવ્યો છે. તેમના લોહીના નમૂના લઈને તપાસ કરવામાં આવી રહી છે. બે ડોક્ટરોની ટીમ તેમની સતત દેખરેખ રાખી રહી છે.તેમણે જણાવ્યું, આવી હાલતમાં દર્દીને વધુ સમય માટે વેન્ટિલેટરથી હટાવી શકાય નહિ અને સતત પણ નહિ. દર્દીને થોડા થોડા સમય માટે વારંવાર વેન્ટિલેટર પર રાખવામાં આવે છે જેથી તેના નબળા અંગોને સહારો મળી શકે.

ગત રવિવારના રોજ દુષ્કર્મની પીડિતા પોતાના પરિવારજનો અને વકીલ સાથે કાર દ્વારા રાયબરેલી જિલ્લા જેલમાં બંધ પોતાના પોતાના કાકાને મળવા માટે જઈ રહી હતી ત્યારે જ એક સામેથી પુરઝડપે આવતી કારે જારદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં પીડિતાના માસી અને કાકીનું મૃત્યુ નીપજ્યું હતું. કાકી સીબીઆઇની સાક્ષી હતી પરંતુ ગંભીર રૂપે ઘાયલ પીડિતા અને વકીલની લખનઉ સ્થિત ટ્રોમા સેન્ટર ખાતે સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.