બોલીવુડમાં અમિતાભ બચ્ચનનો પરિવાર વધુ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી અભિષેક અને ઐશ્વર્યાના સંબંધોને લઈને મીડિયામાં અનેક અફવાઓ જોવા મળી. અભિષેક અને ઐશ્વર્યા અલગ થયા હોવાનું મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે. દરમ્યાન આરાધ્યા બચ્ચનના કારણે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે મતભેદ હોવાની અફવાઓને પૂર્ણવિરામ મળ્યું છે. તાજેતરમાં આરાધ્યા બચ્ચનની એક્ટિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં આરાધ્યા બચ્ચન દમદાર એક્ટિંગ કરતી જોવા મળે છે. આરાધ્યાએ પોતાના સ્કૂલના વાર્ષિક ફંકશનમાં Dramaમાં ભાગ લીધો હતો. આ ફંકશનમાં ઐશ્વર્યાની માતાની સાથે અભિષેક, અમિતાભ ઉપરાંત અગસ્ત્યનંદાએ પણ હાજરી આપી હતી. બચ્ચન પરિવારના સભ્યોની હાજરી સૂચવે છે કે ‘મતભેદ’ જરૂર હશે પરંતુ ‘મનભેદ’ નથી.
આરાધ્યાની એક્ટિંગનો વીડિયો વાયરલ
આરાધ્યા બચ્ચનના સ્કૂલના વાર્ષિક ફંકશનમાં અભિષેક અને ઐશ્વર્યાને સાથે જોઈ તેમના ફેન્સ ખુશ થયા છે. આરાધ્યા બચ્ચનના ફોટા-વિડિયોઝ સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થયા છે. આરાધ્યા બચ્ચન એક ફંકશન દરમ્યાન એક્ટિંગ કરી રહી છે અને આ એક્ટિંગનો વીડિયો વાયરલ થતા અભિષેક-ઐશ્વર્યાના ફેન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આરાધ્યા બચ્ચને ગત રાત્રે (15 ડિસેમ્બર) ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું વાર્ષિક ફંક્શનમાં એક્ટિંગ કરી તમામને પ્રભાવિત કર્યા હતા. મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અનેક સેલેબ્રિટીના બાળકો અભ્યાસ કરે છે. ગઈકાલે આ સ્કૂલનું વાર્ષિક ફંકશન યોજાયું. દરમિયાન અભિષેક-ઐશ્વર્યા પણ આ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા. આરાધ્યાની એક્ટિંગ જોઈને ફેન્સ તેના પર ઘણો પ્રેમ વરસાવતા તેની સરખામણી ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આરાધ્યાનો આ વીડિયો ઐશ્વર્યાના જૂના વીડિયોની સાથે બતાવવામાં આવ્યો છે અને આરાધ્યાને તેની માતાની જેમ એક મહાન અભિનેત્રી તરીકે દર્શાવવામાં આવી છે. સ્કૂલના ડ્રામામાં આરાધ્યાની એક્ટિંગ જોઈ અમિતાભ અને અભિષેક સાથે અગસ્ત્ય નંદા પણ પ્રભાવિત થયા છે.

આરાધ્યાની દમદાર એક્ટિંગ જોઈ કાયલ થઈ માતા ઐશ્વર્યા
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં દેખાય છે કે ઐશ્વર્યારાય બચ્ચન પોતાની દિકરીનો એક્ટિંગ કરતો વીડિયો લઈ રહી છે. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક ફંકશનમાં આરાધ્યા એક ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આરાધ્યા બચ્ચનની જોરદાર એક્ટિંગ જોઈને તેની માતા ઐશ્વર્યા પણ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા સાથે અગસ્ત્ય નંદા અને એક્ટ્રેસની માતા વૃંદા રાય પણ હાજર છે. આરાધ્યાને જોઈને બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. નોંધનીય છે કે આ દિવસોમાં ઐશ્વર્યા અને અભિષેક તેમના અંગત જીવનમાં ચાલી રહેલ અણબનાવને લઈને પણ સમાચારોમાં છે.
બચ્ચન પરિવાર ‘એક ઔર કલાકાર’
બચ્ચન પરિવાર વિશે કહેવાય છે કે આ પરિવાર નહિ પરંતુ કલાની પાઠશાળા છે. બચ્ચન પરિવારમાં કલાકારોનો કાફલો છે. અમિતાભ, અભિષેક, જયા બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો આ પરિવારમાં આવે છે. હવે કલાકારોના આ ક્રમમાં વધુ એક નામનો ઉમેરો થયો છે. હાલમાં સોશિયલ મીડિયામાં અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યાની દમદાર એક્ટિંગનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. નેટિઝન્સ આરાધ્યાની એક્ટિંગના ભરપૂર વખાણ કરતા બચ્ચન પરિવારમાં ‘એક ઔર કલાકાર’ના આગમનને વધાવી રહ્યા છે. આરાધ્યા બચ્ચનની એક્ટિંગે તમામને પ્રભાવિત કરતા સાથે અભિષેક-ઐશ્વર્યા સંબંધોમાં રહેલ અણબનાવની અફવાનું ખંડન કરે છે.
