Surat News/ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણ માટે લીલીઝંડી, 215 કરોડના ખર્ચે તૈયાર થશે એરપોર્ટ

સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણ માટે લીલીઝંડી મળી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે લાંબા સમયથી પડતર સમસ્યાઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી.

Top Stories Gujarat Surat

Surat News: સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણ માટે લીલીઝંડી મળી છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે લાંબા સમયથી પડતર સમસ્યાઓને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. હવે આ માંગો પૂર્ણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે એરપોર્ટના નવીનીકરણ માટે લીલી ઝંડી આપી દીધી છે. સરકારની મંજૂરી બાદ હવે 215 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થશે.

હાલમાં સુરતનું ઈન્ટરનેશનલ એરપોર્ટ દરિયાની નજીક છે. જેના કારણે ખાસ ચોમાસાની સિઝનમાં ફલાઈટ ટેક ઓફ અને લેન્ડિંગ કરવા દરમ્યાન મુશ્કેલી થતી હતી. અનેક વખત ચોમાસાની સિઝન ઉપરાંત શિયાળામાં પણ હવામાનમાં બદલાવ થતા ફલાઈટને ઉડાન ભરવામાં મુશ્કેલી થતી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખતા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં નવી તકનીક પ્રમાણે કામ થશે. અર્થાત એરપોર્ટ પર કેટ-1 લાઈટ ફિટ કરાવાશે જેના કારણે ધુમ્મસ, વરસાદ કે ઓછી વિઝિબલિટીમાં પણ ફલાઈટ ઉડાન અને લેન્ડીંગ સરળતાથી કરી શકશે.

ઇન્ટરનેશન એરપોર્ટના વિસ્તરણને લઈને રાજ્ય સરકાર દ્વારા એરપોર્ટ માટે ખાનગી જમીનો સંપાદનની પરવાનગી પણ મળી ગઈ. જે અંતર્ગત સરકારે વહીવટી મંજૂરી આપી દેતા 80643 ચો.મી ખાનગી જમીન સંપાદન કરવામાં આવી છે. એરપોર્ટના વિસ્તરણ માટે લેવામાં આવેલ ખાનગી જમીનના સંપાદન માટે બજેટમાં પણ ફાળવણી કરવામાં આવી છે. સરકારે ખાનગી જમીનના સંપાદન માટે 2023-24ના બજેટમાં રૂપિયા 215 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી. સંપાદિત કરવામાં આવેલ આ ખાનગી જમીન મગદલ્લા વિસ્તારની છે. મગદલ્લાના સર્વે નંબર 44/બી, 45, 48, 49/1, 51/5, 50/2/1 પૈકી 1/બ, 50/2/1 પૈકી 1/અ, 50/1, 52/1/અ/3, 51/3, 51/2, 53/3, 53/4, 55/4, 55/5, 55/6 અને 57 મળી કુલ 80643 ચોરસ મીટર ખાનગી જમીન એરપોર્ટના વિસ્તરણ માટે સંપાદન કરવામાં આવી છે. અને વર્ષ 2013ના સંપાદન નિયમ પ્રમાણે વળતર પણ ચૂકવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: શું ગુજરાતમાં શહેરોની સરખામણીએ ગામડામાં વધુ મોંઘવારી છે? કયાં મોંઘવારી વધી સામે આવ્યો રિપોર્ટ

આ પણ વાંચો: અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યું ડુપ્લીકેટ દવાખાનું