Not Set/ ગુમ થયેલા 11 વર્ષના બાળકની ગામની સીમમાંથી લાશ મળી

બનાસકાંઠા, હિંમતનગરના માનપુર ગામના ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.. ગામની સીમમાં મૃતદેહને જોતા ગ્રામજનો દોડી આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.11 વર્ષીય બાળક સોમવાર બપોરથી ગુમ થયું હતું અને મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. મંગળવારે વહેલી સવારે બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ […]

Top Stories Gujarat Others Videos

બનાસકાંઠા,

હિંમતનગરના માનપુર ગામના ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.. ગામની સીમમાં મૃતદેહને જોતા ગ્રામજનો દોડી આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.11 વર્ષીય બાળક સોમવાર બપોરથી ગુમ થયું હતું અને મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

મંગળવારે વહેલી સવારે બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.ગાભોઈ પોલીસે તપાસ હાથ ધરતા બાળકના પગના ભાગે ઈજાના નિશાન મળ્યા છે.હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે.ગાભોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટ માર્ટમ કરવામાં આવશે.જે બાદ જ બાળકનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે બહાર આવશે.