કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની જાહેર સભાઓમાં ભીડ એકત્ર કરવા માટે જનતાની મહેનતના કરોડો રૂપિયા ખર્ચી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે લોકો હવે ભાજપની રાજનીતિ સમજી ગયા છે, તેથી પૈસા ખર્ચીને ચહેરો બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
लॉकडाउन के दौरान जब दिल्ली से लाखों श्रमिक बहन-भाई पैदल चलकर उप्र में अपने गांवों की तरफ लौट रहे थे, उस समय भाजपा सरकार ने श्रमिकों को बसें उपलब्ध नहीं कराई थीं।
लेकिन, पीएम और गृहमंत्री की रैलियों में भीड़ लाने के लिए सरकार जनता की गाढ़ी कमाई के करोड़ों रुपए खर्च कर रही है। pic.twitter.com/jV3yG2Qx8n
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 16, 2021
કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારીએ ટ્વીટ કર્યું, “લોકડાઉન દરમિયાન, જ્યારે દિલ્હીથી લાખો મજૂર બહેનો અને ભાઈઓ યુપીમાં તેમના ગામો તરફ પાછા ફરી રહ્યા હતા, ત્યારે ભાજપ સરકારે મજૂરોને બસો આપી ન હતી. પરંતુ, સરકાર વડાપ્રધાન અને ગૃહમંત્રીની રેલીઓમાં ભીડ લાવવા માટે જનતાની મહેનતના કરોડો રૂપિયા ખર્ચી રહી છે.
પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો કે, “યુપીના દરેક ગામમાં ભાજપ પ્રત્યે ભારે નારાજગી છે. ‘જુમલાની રાજનીતિ અને ફિક્કા પકવાની ભાજપની રાજનીતિને લોકો સમજી ગયા છે. તો કરોડો રૂપિયાનું રોકાણ કરીને માત્ર ફેસ સેવિંગની કવાયત ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી હવે થોડા સમય પછી પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી બપોરે લગભગ 1.30 વાગ્યે C-130 સુપરહરક્યુલસથી એક્સપ્રેસ વે પર ઉતરશે. લખનૌ અને ગાઝીપુર વચ્ચે આ ત્રણસો ચાલીસ કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે રાહ પીએમ મોદીની છે. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીનું ભાષણ થશે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એર શો પણ થશે.
