Gujarat News/ શું ગુજરાતમાં શહેરોની સરખામણીએ ગામડામાં વધુ મોંઘવારી છે? કયાં મોંઘવારી વધી સામે આવ્યો રિપોર્ટ

આજકાલ લોકો મોંઘવારી વધી હોવાની બૂમો પાડી રહ્યા છે. દેશમાં વિવિધ રાજ્યોમાં મોંઘવારી દર જુદો-જુદો જોવા મળ્યો. ખાસ કરીને મોટા રાજ્યોમાં મોંઘવારી દર વધુ હોવાની ચર્ચા છે.

Top Stories Gujarat
Cricket Tutorials YouTube Thumbnail 2024 07 17T084851.760 શું ગુજરાતમાં શહેરોની સરખામણીએ ગામડામાં વધુ મોંઘવારી છે? કયાં મોંઘવારી વધી સામે આવ્યો રિપોર્ટ

Gujarat News: આજકાલ લોકો મોંઘવારી વધી હોવાની બૂમો પાડી રહ્યા છે. દેશમાં વિવિધ રાજ્યોમાં મોંઘવારી દર જુદો-જુદો જોવા મળ્યો. ખાસ કરીને મોટા રાજ્યોમાં મોંઘવારી દર વધુ હોવાની ચર્ચા છે. મોંઘવારીને લઈને એસબીઆઈએ એક રિસર્ચ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં સામે આવ્યું કે દેશમાં અનેક સ્થાનો પર શહેરોની સરખામણીએ ગામડામાં મોંઘવારી દર વધુ નોંધાયો છે. 18 મોટા રાજ્યોમાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મોંઘવારી દરનું પ્રમાણ વધુ નોંધાયું તેમાં ગુજરાત 13માં ક્રમ પર જોવા મળ્યું.

ગુજરાતમાં જૂન મહિનામાં મોંઘવારીને લઈને હાથ ધરાયેલ સર્વેમાં ગ્રામ્ય વિસ્તારનો સરેરાશ મોંઘવારી દર 5.66 ટકા નોંધાયો. તેની સામે શહેરી વિસ્તારમાં મોંઘવારી દર 4.39 નોંધાયો. એટલે કહી શકાય કે ગુજરાતના ગામડાંઓ મોંઘા બન્યા છે. દેશમાં સરેરાશ મોંઘવારી 5.08 ટકા છે જયારે ગુજરાત, ઓડિશા, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં શહેર કરતા ગામડામાં મોંઘવારી વધુ જોવા મળી. જયારે 12 એવા રાજ્યો છે જયાં દેશના સરેરાશ કરતાં વધુ મોંઘવારી દર જોવા મળ્યો. એસબીઆઈ રીપોર્ટ મુજબ ગુજરાતનો સરેરાશ મોંઘવારી દર 5.18 ટકા છે. ગામડાઓમાં મોંઘવારી દર 5.49 ટકા છે અને શહેરમાં મોંઘવારી દર 4.93 ટકા છે, એટલે કે ગામડા કરતા શહેરમાં 0.56 ટકા જેટલો મોંઘવારી દર ઓછો છે. કહી શકાય કે લોકો શહેરને વધુ પસંદ કરી રહ્યા છે.

દેશમાં 4 રાજ્યોમાં કેટલાક શહેરોમાં સૌથી વધુ મોંઘવારી દર જોવા મળ્યો. સૌથી વધુ તેલંગાણા રાજ્યમાં મોંઘવારી દર વધુ નોંધાયો. ત્યારપછી પંજાબ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં મોંઘવારી વધી. એસબીઆઈ દ્વારા આ રીપોર્ટ છેલ્લા 12 મહિનાના આંકલન પરથી તૈયાર કરાયો છે. આ રીપોર્ટ કહે છે દેશમાં ધીરે-ધીરે ગામડાઓમાં મોંઘવારી વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે સરેરાશ 1 ટકા લેખે કિમંત ચૂકવી રહ્યા છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં વધતા તોતિંગ ભાવની વધુ અસર થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો, CM ભૂપેન્દ્રપટેલની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય, ઋષિકેશ પટેલે આપી માહિતી

આ પણ વાંચો:ગણેશ જાડેજાનો જેલવાસ લંબાવાની શક્યતાઓ,હાઈ કોર્ટ દ્વારા અપાઈ આ મુદત

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં