દિલ્હીનું નામ સંભળો એટલે ઝહેનમાં એક લાલ કિલ્લો, સંસદ ભવન, રાષ્ટ્રપતિભવન તો ઉપસીજ આવે છે અને સાથે સાથે દિલ્હીનાં ઠગ પણ ઝહેનમાં ઉપસી આવે છે. આવા જે કેટલાક ઠગનો ભેટો થઇ ગયો આ ભાઇને, જે પૂર્વે વડા પ્રધાનને ગાડીમાં ફેરવતા હતા. અને આજે હાલત એવી છે કે આ વૃદ્ધને પોલીસ ફેરવી રહી છે. કારણ….. કારણ કે ઘણા દિવસ થયા છતા પણ આ વૃદ્ધને લૂંટી જનારા દિલ્હીનાં ઠગો પોલીસની ગરફ્તથી બહાર છે.
વાત જાણે એમ છે કે, લૂંટની ઘટના વ્યક્તિ સાથે બની છે, તે પીએમ હાઉસિંગ અને પીએમઓમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનો લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને બાસાડી તે પોતાની સરકારી ગાડીમાં ફેરવતા હતા. નિવૃત્તિ પછી, એક નાનકડી દુકાન ચલાવીને પોતાનું જીવન જીવે છે.
રાઉન્ડ માર્કેટ વિસ્તારમાં રહેતા મુનશીરામ સેન્ટ્રલ સ્કૂલ પાસેના સ્થાનિક બજારમાં તેની દુકાન પર બેઠા હતા. મુનશીરામના ખિસ્સામાં ત્યારે આશરે 50 હજાર રૂપિયા હતા. બપોરે 1 વાગ્યાની આસપાસ બે છોકરાઓ ત્યાં આવ્યા, એક છોકરાએ તેની ખુરશીની ટોચ પર ગુપ્ત રીતે ચ્યુઇંગમ ચોંટાડ્યું, જે તેની પાછળ તેની વેસ્ટને ચીટકી ગયું. એક છોકરાએ કહ્યું, કાકાજી, કંઇક તમારા વેસ્ટ પર કંઇક ચીટકી ગયું છે, તમે તેને ધોઈ લો.
મુનશી રામે ખિસ્સામાંથી પૈસા કાઢી અને તેને ગલ્લામાં રાખ્યા અને થોડાક પગથિયાં પાર કરી જાહેર શૌચાલયમાં ગયા. ટોઇલેટનો ઇન્ચાર્જ બહાર ઉભો હતો. તેણે દુકાન પર નજર રાખવા કહ્યું. તે દરમિયાન બીજો એક છોકરો સરનામું પૂછવાના બહાના હેઠળ ઇન્ચાર્જ પાસે ગયો અને તેને ભરમાવ્યો. અને દુકાનમાં રાખેલા પૈસા અને ઘડિયાળ ઉપાડીને ત્રણેય બદમાશો સ્કૂટર પર ત્યાંથી નીકળી ગયા હતા.
દુકાન પર પહોંચતા જ મુનશીરામને ઘટનાની જાણ થતાં તેણે નજીકમાં પૂછપરછ કરી, પરંતુ બધું એટલું ઝડપથી થયું કે કોઈને કાંઈ ખબર ન હતી. બાદમાં તેણે દુકાનમાં સ્થાપિત કેમેરાના ફૂટેજ તપાસી લીધા, તેમાં ચોરી કરનાર છોકરાનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે તાત્કાલિક પોલીસને બોલાવી. તેના નિવેદનના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો હતો, પરંતુ એક અઠવાડિયા બાદ પણ પોલીસ આરોપીની ધરપકડ કરી શકી નથી અને મુનશીરામને પોલીસ ચક્કર ફેરવી રહી છે.
આપને જણાવી દઇએ કે, વડા પ્રધાના મોદીની ભત્રીજીનું પર્સ પણ આજ રીતે થોડા દિવસ પૂર્વે ઉઠાંતરી કરી લેવામાં આવ્યું હતું અને કોઇ પણ જાતનાં આઘાર પૂરાવા વીના જ પોલીસ દ્વારા ભારે જહેમત સાથે તેને 24 કલાકમાં શોધી કાઢવામાં આવ્યું હતુ. જ્યારે આ મામલે વડીલ મુનશી રામ પોલીસના વલણથી નિરાશ છે. ખાસ કરીને વડા પ્રધાનની ભત્રીજી સાથેની ઘટના બાદથી, તે સવાલ કરી રહ્યા છે કે પોલીસ સામાન્ય લોકો સાથે બનતી ગુનાની ઘટના પોલીસ કેમ ગંભીરતાથી લેતી નથી, અને જ્યારે વીઆઈપી લોકોના મામલામાં આખો પોલીસ કાફલો, કેસને ઉકેલ લાવવા માટે વપરાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
