એક તરફ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સંસદમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણનાં માધ્યમથી નિવેદન આપવામાં આવે છે કે, દેશમાં FDI અને GDP વર્ષ 2014-15 કરતા આટલો સારો છે. અને તે જ દિવસે મોડી સાંજે સરકાર દ્વારા ફુગાવો દેશમાં ઉચ્ચ સ્તર પર હોવાનુ સાબિત કરવા જેવુ પગલુ જાહેર કરી બિન-સબસિડીવાળા ગેસ સીલિન્ડરના ભાવ વધારા જીંકી દેવામાં આવ્યો છે. ત્યારે બિન-સબસિડીવાળા ગેસ સીલિન્ડરના ભાવ વધારાને લઈને આવતીકાલે આખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ફરી સરકારની મુશ્કેલીઓમાં વધારો કરતી આ જાહેરાતથી હવે દેશભરમાં મહિલાઓ પણ રોડ પર પ્રદર્શનો કરતી જોવામાં આવશે તેવી સ્થિતિ સર્જાઇ છે. સરકારને અર્થતંત્રની ગાડી પાટે ચડાવવામાં ખુબ મથામણ કરવી પડી રહી હોય અને હાલ તો એક સાંધતા તેર ટુટવા જેવો ક્યાસ સર્જાઇ રહ્યો હોય તેવું જોવામાં આવી રહ્યું છે
All India Mahila Congress to protest across the country tomorrow over hike in prices of non-subsidised Indane gas https://t.co/iF6Ml6aqSf
— ANI (@ANI) February 12, 2020
આપને જણાવી દઇએ કે, ઇન્ડિયન ઓઇલે બિન સબસિડીવાળા ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આઇઓસી દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશની રાજધાનીમાં 14 કિલો સિલિન્ડરની કિંમત 144.50 રૂપિયાથી વધારીને તે 858.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતા અને મુંબઇમાં સિલિન્ડરની કિંમત અનુક્રમે રૂ.149 અને 145 રૂપિયા મોંઘુ થઈ ગયુ છે.
Prices of non-subsidised 14 kg Indane gas in metros, applicable from today: In Delhi price rises to Rs 858.50 (increase by Rs 144.50), in Kolkata – Rs 896.00 (increase by Rs 149), in Mumbai – Rs 829.50 (increase by Rs 145), in Chennai – Rs 881.00 (increase by Rs 147). pic.twitter.com/0kbynJJld7
— ANI (@ANI) February 12, 2020

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
