Arvindkejrival/ દિલ્હી CM અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત તિહાર જેલમાં કરશે રોકાણ, 3 પુસ્તકો વાંચવાની માંગી પરવાનગી

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Top Stories India

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ પહેલા તે લગભગ 9 દિવસ સુધી EDની કસ્ટડીમાં રહ્યા હતો. હવે તેમને તિહાર જેલમાં લઈ જવામાં આવી રહ્યા છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જેલમાં રોકાણ દરમિયાન ત્રણ પુસ્તકો વાંચવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી છે. જો કે કેજરીવાલને આ અંગે પરવાનગી મળી નથી. આ પહેલા કોર્ટે સીએમ કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

અરવિંદ કેજરીવાલને તિહારની જેલ નંબર 2માં રાખવામાં આવશે. આ જેલમાં રાજ્યસભાના સાંસદ સંજય સિંહ રહ્યા હતા. હવે તેને જેલ નંબર 5 માં મોકલવામાં આવશે. એક્સાઇઝ સંબંધિત નેતાઓને એક જેલમાં રાખવાને બદલે અલગ-અલગ જેલમાં રાખવાનો ટ્રેન્ડ છે. દિલ્હી પોલીસ કેજરીવાલને કોર્ટમાંથી બહાર કાઢીને તિહાડ લઈ જઈ રહી છે. તિહાર જેલમાં કેજરીવાલે કસ્ટડી દરમ્યાન ત્રણ પુસ્તકો વાંચવાની માંગ કરી હતી જે નકારવામાં આવી છે. આ પુસ્તકોમાં ભગવદ ગીતા, રામાયણ અને નીરજા ચૌધરી દ્વારા લખાયેલ પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઈડ’નો સમાવેશ થાય છે.

દિલ્હીની તિહાડ જેલમાં છેતરપિંડીથી ભરતી કરાયેલા 50 કર્મચારીઓ સસ્પેન્ડ

જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ આજે EDની કસ્ટડી પૂરી થયા બાદ કોર્ટમાં હાજર થયા હતા, જ્યાં તેમણે ધાર્મિક લોકેટ સાથે રાખવા સાથે કેટલાક પુસ્તકોને જેલમાં લઈ જવાની પરવાનગી માંગી હતી. સીએમ કેજરીવાલે કોર્ટને કહ્યું કે જેલમાં તેમના રોકાણ દરમિયાન તેમને વિશેષ આહાર, દવાઓ અને ત્રણ પુસ્તકોની જરૂર છે. કેજરીવાલે એક ધાર્મિક લોકેટ પણ માંગ્યું, જે તેઓ પહેરશે. તેણે જેલમાં ટેબલ અને ખુરશીઓ પણ માંગી છે. જો કે કોર્ટે હાલમાં આ બાબતોને મંજૂરી આપી નથી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત તિહાર પહોંચ્યા છે. અગાઉ તેમને અણ્ણા આંદોલન દરમિયાન તિહાર લાવવામાં આવ્યા હતા. આ પછી તેને તિરસ્કારના કેસમાં તિહાર જવું પડ્યું. દિલ્હી શરાબ કૌભાંડ મામલે હવે ત્રીજી વખત કેજરીવાલને તિહાર જવું પડ્યું છે. જો કે તે વર્ષ 2017માં એક કાર્યક્રમના સંબંધમાં તિહાર પહોંચ્યો હતો. તે કેદી તરીકે ત્રીજી વખત જેલમાં પહોંચશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી

આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…

આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ

આ પણ વાંચો:એપ્રિલ !  ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો