surat accident/ સુરતમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ ત્રણનો જીવ લીધો, આખો પરિવાર સાફ

સુરતમાં થયેલા જીવલેણ માર્ગ અકસ્માત (Accident) માં પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત થયું હતું. ટ્રેક્ટર ચાલકની બેદરકારી જીવલેણ નીવડી હતી. તેણે રાત્રે અંધારાના ઓવરબ્રિજ પર ટ્રેક્ટર ઊભું રાખ્યું હતું, જે બાઇક પર આખા ફેમિલીને લઈને આવતા બાઇક ચાલકને દેખાયું ન હતું. તેના પરિણામે આ અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Surat Breaking News
સુરત અકસ્માત (Accident)માં પિતા-પુત્ર સહિત ત્રણનાં મોત

Surat News: સુરતમાં વરાછા વિસ્તારમાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે આખો એક પરિવાર સાફ (Accident) થઈ ગયો છે. સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગથી કામરેજ તરફ જતાં ઓવરબ્રિજ પર રોડ વચ્ચે હરામખોર ટ્રેક્ટર ચાલકે કોઈપણ પ્રકારના ઇન્ડિકેટર વગર તેનું ટ્રેક્ટર (Tractor)ઊભું રાખ્યું હતું. હવે કોઈને કલ્પના પણ આવે કે આ રીતે ઓવરબ્રિજ (Overbridge) પર કોઈ ટ્રેક્ટર ઊભું રાખે. આ રીતે રસ્તા પર ઊભેલા ટ્રેક્ટરને પાછળથી આવતું બાઇક અથડાતા થયેલા અકસ્માત (Accident) માં એક જ કુટુંબના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ ટ્રેક્ટર ચાલકની બેદરકારીના લીધે હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.

28મી ફેબ્રુઆરી બની કાળરાત્રિ (Accident)

આ અંગે સુરતની વરાછા પોલીસ (Varachha)ના જણાવ્યા મુજબ 28મી ફેબ્રુઆરીની રાત્રે શૈલેષભાઈ (Shaileshbhai)માણીયા પત્ની કૃપાબેન (Krupaben), પુત્ર મન (Man) અને ભત્રીજા મંત્ર (Mantra)સાથે ઉમિયાધામ રોડ પર આવેલા સોના એપાર્ટમેન્ટથી ઘરે જઈ રહ્યા હતા. વરાછા રોડ પરના ઓવરબ્રિજ પર એક ટ્રેક્ટર કોઈપણ પ્રકારના રિફલેક્ટર કે સાઇન બોર્ડ વગર બંધ સ્થિતિમાં ઊભું હતું. બ્રિજ પર અંધારુ હોવાથી શૈલેષભાઈ (Shaileshbhai)ને ટ્રેક્ટર દેખાયું ન હતું અને તેમની બાઇક પૂરઝડપે ટ્રેક્ટરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.

રાત્રિના અંધારા ટ્રેક્ટર ચાલકે સાઇનબોર્ડ વગર ટ્રેક્ટર બ્રિજ પર ઊભું રાખ્યું

આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કુટુંબના ચારેય સભ્યો રસ્તા પર ફેંકાઈ જતા લોહીલુહાણ થઈ ગયા હતા. રસ્તો રક્તરંજિત થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને ભાઈઓ મન અને મંત્રને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેના પછી ટૂંકી સારવાર બાદ શૈલેષભાઈ માણીયાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. હાલમાં તેમના પત્ની કૃપાબેન હોસ્પિટલ (Hospital)માં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

પોલીસે ટ્રેક્ટર ચાલકની કરી ધરપકડ

આ કરૂણ ઘટનાના પગલે મૃતક શૈલેષભાઈના કાકા નાનજીભાઈ માણીયા અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ટ્રેક્ટર ચાલકે સુરક્ષાના કોઈપણ પ્રકારના સંકેતો પાઠવ્યા વગર વાહન ઊભું રાખીને બીજાના જીવ જોખમમાં મૂક્યા હતા. પોલીસે ફરાર ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી છે અને કાયદેસરની તપાસ પણ શરૂ કરી છે. માણીયાના કુટુંબીજનોએ ત્રણ-ત્રણનો જીવ લેનારા ટ્રેક્ટર ચાલકને ફાંસી કરવામાં આવે તેવી માંગ કરી છે.


આ પણ વાંચો: સુરતના ઉધનામાં ડમ્પર ચાલકે દંપતીને કચડી નાખ્યું

આ પણ વાંચો: સુરત નજીક હાઇવે પર આ બસ ક્યાં ખાબકી છે તે જુઓ, તમારા ધબકારા જ રહી જશે

આ પણ વાંચો: સુરતમાં કતારગામ પોલીસે રિક્ષામાં બેસાડી મોબાઈલ ચોરી કરતી બે ગેંગને પકડી, 40થી વધુ મોબાઈલ કર્યા જપ્ત