Gujarat-Valsad/ જૂની બહેનપણીની દોસ્તી સગીરાને પડી ભારે

સહેલીના પ્રેમીના મિત્રએ આચર્યું દુષ્કર્મ

Top Stories Gujarat

Valsad News : પાંચ દિવસ પહેલા બનેલી બહેનપણીની મિત્રતા એક સગીરાને અંતે ભારે પડી હતી. વલસાડ જિલ્લાના પારડીના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાની આજથી પાંચ દિવસ પહેલા ઉદવાડા સ્ટેશન પર પારડી કોટલાવમાં રહેતી 21 વર્ષની યુવતી સાથે ઓળખાણ થાય છે. બંને એકબીજાનો મોબાઈલ નંબર આપલે કરી વાતચીત કરતા થાય છે. મિત્રતાના પાંચ દિવસ બાદ તારીખ 18મી જૂનના રોજ યુવતી ફોન કરી તું મારી સાથે ચાલ કહી ઉદવાડા બોલાવે છે. ત્યાંથી ફરવા જઈએ એમ કહી સગીરા બહેનપણી સાથે ટ્રેનમાં બેસાડી વલસાડ બાદ વાપી આવી બંને બહેનપણી લખમદેવ તળાવે ફરવા જાય છે. ત્યાંથી તેવોને મોડું થતાં ઘરે આવવાની ટ્રેન ચૂકી જતા વિશાખા તેના બોયફ્રેન્ડ વિજય વિશ્વનાથ સરોજ રહે. પારડી મચ્છી માર્કેટ સાંઈ સરોવર બિલ્ડીંગને વાપી લેવા બોલાવે છે. ત્યારે બોયફ્રેન્ડ અને તેનો મિત્ર ધ્રુવીલ ચેતનભાઈ પટેલ રહે. ભેંસલાપાડા, પારડી સાથે કારમાં પારડી આવી હોટલ વિરામ પાસે વિશાખા અને તેનો બોયફ્રેન્ડ તેમજ સગીરા ઉતારી દે છે.

આ ઘટનામાં પારડી ઉતર્યા બાદ ત્રણેય મોપેડ પર બેસી પોણીયા ગંગાજી રોડ આવેલી એક વાડીમાં બનાવેલા ઝૂપડામાં રાતે નવેક વાગ્યે પહોંચે છે. થોડીવારમાં કારમાં બેસેલ ધ્રુવિલ પણ આ ઝૂંપડીમાં આવે છે જ્યાં વિશાખા સગીરાને ધ્રુવિલ તને પસંદ કરે છે હોવાનું જણાવી વિશાખા અને તેનો બોયફ્રેન્ડ ઝૂડપીની બહાર જતાં રહે છે. તકનો લાભ લઈ ધુવિલ સગીરાને આઈ લવ યુ કહી કિસ કરી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચારે છે. સવારે સગીરા ઘરે પહોંચી આ બાબતની જાણ સગીરાના પિતાને કરે છે. પિતા પારડી પોલીસ મથકે આવી પર રાતે દસેક વાગ્યે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરે છે.

પારડી ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાય અને પીઆઈ જી.આર. ગઢવી ઘટના સ્થળે FSL ટીમને બોલાવી ઝૂપડામાં પુરાવા એકત્ર કરી વિશાખા અને તેનો બોયફ્રેન્ડને મદદગારીમાં તેમજ દુષ્કર્મ આચરનાર ધ્રુવીલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ

આ પણ વાંચો:  કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચો: ગોધરામાં NEET-UG પરીક્ષામાં છેડછાડ, તાર ક્યાં સુધી જોડાયેલા છે,પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો