Not Set/ અકસ્માત સર્જાયા બાદ પોલીસ વાનનો ચાલક વાન મુકીને ભાગ્યો

અમદાવાદ, અમદાવાદમાં રિવરફ્રન્ટ રોડ પરથી બેફામ ઝડપે જઈ રહેલી એક પોલીસ વાને બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. ચોંકાવનારી બાબત તો એ હતી કે, અકસ્માત સર્જાયા બાદ પોલીસ વાનનો ચાલક વાન મુકીને ભાગી છુટ્યો હતો. ત્યારે આ વાન ચાલક પાસે લાયસન્સ નહીં હોવાથી તે ભાગી છુટ્યો હોવાની લોકોમાં ચર્ચાઇ રહ્યુ હતુ. એક […]

Top Stories

અમદાવાદ,

અમદાવાદમાં રિવરફ્રન્ટ રોડ પરથી બેફામ ઝડપે જઈ રહેલી એક પોલીસ વાને બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. ચોંકાવનારી બાબત તો એ હતી કે, અકસ્માત સર્જાયા બાદ પોલીસ વાનનો ચાલક વાન મુકીને ભાગી છુટ્યો હતો. ત્યારે આ વાન ચાલક પાસે લાયસન્સ નહીં હોવાથી તે ભાગી છુટ્યો હોવાની લોકોમાં ચર્ચાઇ રહ્યુ હતુ.

એક બાજુ શહેર પોલીસ અમદાવાદીઓને વાહનો ધીમી ગતિએ હંકારવાની અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની શિખામણો આપે છે. જ્યારે બીજી બાજુ ખુદ પોલીસ ટ્રાફિકના કાયદાઓની ઐસી-તૈસી કરી રહી હોય તેવા બનાવો અવાર-નવાર સામે આવે છે.

અન્ય રાહદારીઓ અને વાહન ચાલકોએ વાન નીચે ફસાયેલા બાઇક ચાલકને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાઈકનો ચાલક ટોરેન્ટ પાવરનો કર્મચારી હોવાનું જાણવા મળતાં જ ટોરેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું નામ નિલેશ મકવાણા હોવાનું ખુલ્યું છે.

બુધવારે એક બનાવમાં રિવરફ્રન્ટ રોડ પરથી બેફામ ઝડપે દોડી રહેલી પોલીસની વાને એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના આ બનાવમાં બાઈક અને તેનો ચાલક પોલીસ વાનની નીચે ફંસાઈ ગયા હતા. પોલીસ વાનનો ચાલક તો અકસ્માત સર્જાતાં જ વાન મુકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે રિવરફ્ર્ન્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.