Not Set/ સીપ્લેન દ્રારા પહેલીવાર દેશના વડાપ્રધાનનું સાબરમતી નદીમાં લેન્ડિંગ

અમદાવાદ, સુરક્ષાના કારણોસર અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદીના રોડ-શોની મંજુરી નહીં મળ્યા પછી હવે વડાપ્રધાન ખાસ સી-પ્લેન મારફત ઉતરાણ કર્યું હતું. પીએમ મોદી આજે અમદાવાદના રિવરફ્રન્ટમાં સી પ્લેન દ્વારા લેન્ડ કર્યા પછી ભાજપના કાર્યાલય કમલમ પહોંચ્યા હતા અને ત્યાંથી સી-પ્લેન દ્રારા ધરોઈ ડેમના તળાવ પહોંચ્યા હતા. પીએમ મોદી બાય રોડ અંબાજી પહોંચીને માતાના ચરણોમાં શીશ ઝુકાવશે. […]

Top Stories
modi sea plane 1 સીપ્લેન દ્રારા પહેલીવાર દેશના વડાપ્રધાનનું સાબરમતી નદીમાં લેન્ડિંગ

અમદાવાદ,

સુરક્ષાના કારણોસર અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદીના રોડ-શોની મંજુરી નહીં મળ્યા પછી હવે વડાપ્રધાન ખાસ સી-પ્લેન મારફત ઉતરાણ કર્યું હતું. પીએમ મોદી આજે અમદાવાદના રિવરફ્રન્ટમાં સી પ્લેન દ્વારા લેન્ડ કર્યા પછી ભાજપના કાર્યાલય કમલમ પહોંચ્યા હતા અને ત્યાંથી સી-પ્લેન દ્રારા ધરોઈ ડેમના તળાવ પહોંચ્યા હતા. પીએમ મોદી બાય રોડ અંબાજી પહોંચીને માતાના ચરણોમાં શીશ ઝુકાવશે.

દેશમાં કોઇ વડાપ્રધાન સી-પ્લેન મારફત લેન્ડિંગ કર્યું હોય તેવી આ પહેલી ઘટના હશે

પીએમ મોદી અમદાવાદમાં સવાર સુધીમાં અમદાવાદના સરદાર બ્રિજની પાસે સી પ્લેન સાબરમતી નદીમાં પાણીમાં ઉતરાણ કર્યું હતું અને પ્લેન દ્વારા પીએમ ધરોઈ ડેમના તળાવમાં ઉતરાણ કરશે. બપોર બાદ ધરોઈ ડેમ ખાતેથી ‘સી પ્લેન’માં બેસીને અમદાવાદ પરત ફરશે. 2.30 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ સરદાર બ્રીજ ખાતે પરત આવશે.

આ સમ્પુર્ણ યાત્રા દરમિયાન લોકો દ્ગારા ઠેર-ઠેર PMનો સ્વાગત કરવામાં આવશે.

કેેવું હોય છે સી-પ્લેન ?

જમીન અને પાણી ઉપર ટેકઓફ અથવા લેન્ડ કરવાની ક્ષમતા ધરાવતા સી પ્લેનને એમ્ફીબીયસ એરક્રાફ્ટ પણ કહેવાય છે. આ પ્લેનનો બીજા વિશ્વ યુદ્ધ વખતે ઉપયોગ કરાયો હતો. વર્તમાન સમયમાં સી પ્લેનનો ઉપયોગ જંગલમાં લાગેલા દાવાનળને ઓલવવા તેમજ દ્વીપોના સમૂહ વચ્ચે એર ટ્રાન્સપોર્ટેશનમા થાય છે. આ ઉપરાંત રસ્તા ન હોય તેવા અંતરિયાળ વિસ્તારોમાં જળમાર્ગનો ઉપયોગ કરવામાં પણ મદદરૂપ થાય છે