મહારાષ્ટ્ર સરકારે એક નોટીફીકેશન જાહેર કરી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સમગ્ર રાજ્યમાં તાત્કાલિક હુક્કા પાર્લર પર સંપૂર્ણ બેન લગાવવામાં આવે છે. આ નોટીફીકેશન સ્ટેટ લેજીસલેચર દ્વારા જે બીલ એપ્રિલમાં પાસ કરવામાં આવ્યું હતું એને રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી મળી ગઈ ત્યારબાદ જાહેર કરવામાં આવી છે..
ગાંધીના ગુજરાત બાદ શિવાજીનું મહારાષ્ટ્ર બીજું રાજ્ય બન્યું છે જેને આવો બેન અમલમાં મુક્યો હોય. પ્રતિબંધિત વસ્તુઓ સિગારેટ અને અન્ય તમાકુ પ્રોડક્ટ્સ માટેનાં એક્ટ (Prohibition of Advertisement and Regulation of Trade and Commerce, Production, Supply and Distribution Act (COTPA) , 2003 મુજબ નિયમનું ઉલ્લંઘન કરનારને 1 લાખ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.
ડીસેમ્બર 2017માં કમલા મિલ્સમાં લાગેલી આગ બાદ મુખ્યમંત્રીએ આ પ્રતિબંધ લાવવા પર ભાર મુક્યો હતો. આ પહેલાં સરકાર હુક્કા બાર પર બેન લાવવા માટેનું આયોજન પણ કરી જ રહી હતી. હોમ ડીપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે જયારે હવે નોટીફીકેશન જાહેર થઇ ગઈ છે ત્યારે આ પોલીસની જવાબદારી છે કે આ બેનનું પાલન સંપૂર્ણપણે થાય.
થોડા વર્ષો પહેલાં બોમ્બે હાઈ કોર્ટનાં ઓર્ડર બાદ હુક્કા બાર પર રેગ્યુલીટીસ હતી જ પરંતુ આ નોટીફીકેશન બાદ હવે સંપૂર્ણપણે હુક્કા પાર્લર પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
