Not Set/ હંમેશા ભારતની ટીકા કરતા પીટરસને PM મોદીનાં ખૂબ કર્યા વખાણ, જાણો કારણ

કોરોનાનું નવું વેરિઅન્ટ સામે આવ્યા બાદ ઈંગ્લેન્ડ અને અમેરિકા સહિત ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકા પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. જે પછી, ઈંગ્લેન્ડનાં પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન દક્ષિણ આફ્રિકાનાં સમર્થનમાં સામે આવ્યા છે.

Top Stories Sports
પીટરસન અને મોદી

દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ની ઓળખ બાદ વિશ્વભરનાં લોકો તણાવમાં છે. જો કે તે સ્પષ્ટ નથી થયુ કે નવો વેરિઅન્ટ ખરેખર ક્યાંથી આવ્યો છે, પરંતુ તેને દક્ષિણ આફ્રિકાનાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતુ. ઘણા લોકો આ માટે દક્ષિણ આફ્રિકાને દોષી ઠેરવી રહ્યા છે અને તેમની સાથે ભેદભાવપૂર્ણ વલણ અપનાવી રહ્યા છે.

આ પણ વાંચો – IND Vs NZ / બે ભારતીય મૂળનાં ખેલાડીઓનાં કારણે ટીમ ઈન્ડિયાની યોજનાઓ પર ફેરવાયું પાણી

કોરોનાનું નવું વેરિઅન્ટ સામે આવ્યા બાદ ઈંગ્લેન્ડ અને અમેરિકા સહિત ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકા પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. જે પછી, ઈંગ્લેન્ડનાં પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસન દક્ષિણ આફ્રિકાનાં સમર્થનમાં સામે આવ્યા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું છે કે, “આપણે સત્યને નહીં પણ સ્ટોરીને બદલવાની જરૂર છે. કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટની દક્ષિણ આફ્રિકાનાં લોકો દ્વારા ઓળખ કરવામાં આવી છે, પણ લોકોનું અવુ કહેવુ છે કે, દક્ષિણ આફ્રિકામાં આ નવા વેરિઅન્ટનની ઉત્પત્તિ થઇ છે જે બિલકુલ ખોટુ છે.” પીટરસને આ પોસ્ટનાં કેપ્શનમાં લખ્યું, “આ સમયે દક્ષિણ આફ્રિકા સાથે શું થઈ રહ્યું છે. તે આ બધુ ડિસર્વ કરતા નથી. એક દેશ જે તેના ઘૂંટણિયે છે અને બાકીનાં વિશ્વ માટે ખૂબ આનંદ લાવે છે. તે સૂર્ય, સમુદ્ર, સફારી, બરફ, વાઇન, ખોરાક, ગોલ્ફ દ્વારા ઓળખાય છે. કૃપા કરીને દક્ષિણ આફ્રિકાને સમર્થન આપો.

https://www.instagram.com/p/CWyPZ3ANGdJ/?utm_source=ig_web_copy_link

જો કે તે પછી ભારતે જાહેરાત કરી કે તે અસરગ્રસ્ત આફ્રિકન દેશોને રસી, જીવન રક્ષક દવાઓ, ટેસ્ટિંગ કીટ, ગ્લોવ્સ, PPE કીટ, તબીબી ઉપકરણો સપ્લાય કરવા માટે તૈયાર છે. પીટરસને સોમવારે એક ટ્વિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો, ભારતની “સંભાળ રાખવાની ભાવના”ની પ્રશંસા કરી અને તેને “સૌથી અદ્ભુત દેશ” ગણાવ્યું. “તે કાળજીની ભાવના ભારતે ફરી એક વાર બતાવી! આવા સૌહાર્દપૂર્ણ લોકો સાથેનો દેશ કેટલો અદ્ભુત છે! આભાર! cc @narendramodi,” પીટરસને ટ્વિટ કર્યું.

https://twitter.com/KP24/status/1465353928816664577?s=20

આ પણ વાંચો – IND Vs NZ / ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો, છેલ્લી ઓવરોમાં ભારત 1 વિકેટ ન લઇ શક્યું

ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સીરીઝ પૂરી થયા બાદ ભારતીય ક્રિકેટને આવતા મહિને દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસે જવાનું છે. આ પ્રવાસ પર ‘ઓમિક્રોન’ વેરિઅન્ટનાં કારણે હવે સંકટનાં વાદળો જોવા મળે છે. ભારત A ટીમ હાલ દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરનાં બીજા સપ્તાહમાં દક્ષિણ આફ્રિકા જવા રવાના થવાની છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટેસ્ટ, વન-ડે ઈન્ટરનેશનલ અને T20 ઈન્ટરનેશનલ સીરીઝ રમવાની છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 17 ડિસેમ્બરથી જોહાનિસબર્ગમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI સીરીઝ પણ આ વેરિઅન્ટનાં કારણે સ્થગિત કરવામાં આવી છે.