Amreli News/ ધારીની છતડીયા પ્રાથમિક શાળામાં વિવાદ: શિક્ષકો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, મામલો પોલીસ સુધી પહોંચ્યો

ધારીની છતડીયા પ્રાથમિક શાળા (Dhari School Controversy)માં શિક્ષકો વચ્ચેના વિવાદ બાદ મામલો પોલીસ અને શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો છે.

Top Stories Gujarat Others Breaking News
Dhari School Controversy: વાલીઓ અને ગ્રામજનોની હાજરીમાં શિક્ષકો વચ્ચે ઉગ્ર બોલાચાલી

Amreli News: અમરેલી જિલ્લાના ધારી તાલુકાની છતડીયા પ્રાથમિક શાળા (Dhari School Controversy) હાલમાં વિવાદના કેન્દ્રમાં આવી છે. શાળાના બે શિક્ષકો વચ્ચે થયેલા આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શાળા (Dhari School Controversy)માં ફરજ બજાવતા એક શિક્ષક સામે મહિલા શિક્ષિકા દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. મહિલા શિક્ષિકાએ આ મામલે સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હોવાનું અને સહાય માટે ‘અભયમ’ સેવા સાથે પણ સંપર્ક કર્યો હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ, જે શિક્ષક સામે આક્ષેપો થયા છે તેમણે તમામ આરોપોને ફગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેમની પ્રતિષ્ઠા અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાના હેતુથી તેમની સામે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમણે સમગ્ર ઘટનાને એક ષડયંત્ર ગણાવી પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

મામલો વધુ ગંભીર બનતાં શાળા (Dhari School Controversy)ના આચાર્ય દ્વારા પણ શિક્ષણ વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વાલીઓ અને ગ્રામજનોની હાજરીમાં બંને પક્ષો વચ્ચે થયેલી ચર્ચા અને આક્ષેપબાજીના દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સ્થાનિક સ્તરે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

Dhari School Controversy: પોલીસે હાથ ધરી તપાસ

હાલ સમગ્ર મામલે ધારી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ શિક્ષણ વિભાગ પણ વિવિધ પાસાઓની તપાસ કરી રહ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને જવાબદારી અંગે સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

નોંધનીય છે કે આક્ષેપો અને ફરિયાદોની તપાસ ચાલુ હોવાથી સંબંધિત તમામ પક્ષોની વાત અને અધિકૃત તપાસના પરિણામોને ધ્યાનમાં લેવું જરૂરી છે.


આ પણ વાંચો:બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં ચાલુ ક્લાસે શિક્ષકો નહીં વાપરી શકે મોબાઈલ

આ પણ વાંચો:દયાદરાની પ્રાથમિક શાળાના બાળકોના હાથમાં પુસ્તકને બદલે પાવડા! મજૂરી કરાવતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓનો પ્રાથમિક શાળામાં સફાઈ કરાવતો વીડિયો વાયરલ